તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
‘નાફેડ'માં ઇફકોવાળી? ૧ બેઠક માટે પાંચ ઉમેદવારો મેદાનમાં
પાંચેય ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલાઃ પાર્ટીએ હજુ સુધી કોઇ મેન્ડેટ આપ્યો નથીઃ કાલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે કુંડારિયા-વડાવિયા વગેરેની ઉમેદવારીઃ વિવાદ ટાળવા સર્વાનુમતે એક નામ પસંદ કરવા ભાજપના સહકારી આગેવાનોના પ્રયાસોઃ ર૧ મીએ ચૂંટણી

રાજકોટ તા. ૧૪ :.. દેશની જાણીતી સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ)ના સંચાલક મંડળની તા. ર૧ મીએ ચૂંટણી છે. ગુજરાતમાંથી રાજય કક્ષાના વિભાગમાં જ
ેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાઇ ગયા છ.ે રાજયની કૃષિ વિષયક સહકારી મંડળીઓના વિભાગની ૧ બેઠક માટે તા. ર૧ મીએ ચૂંટણી છે. જેની ઉમેદવારી પાછી ખેંચવાનો કાલે છેલ્લો દિવસ છે. ૧ બેઠક માટે ભાજપ સાથે સંકળાયેલા સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિત પાંચ સહકારી આગેવાનોએ ઉમેદવારી કરી છે. જો કાલે બપોર સુધીમાં પાર્ટી કક્ષાએ સર્વાનુમતી ન થાય તો ઇફકોવાળી થવાની શકયતા સહકારી વર્તુળો નકારતા નથી.
ભાજપે ઇફકોમાં બિપીન પટેલ માટે મેન્ડેટ આપેલ અને બળવાખોર મનાતા જયેશ રાદડિયા વિજેતા થયા હતાં. ત્યારપછીનો વિવાદ જાણીતો છે. ભાજપના સહકારી આગેવાનોએ પાંચ પૈકી એક ગામ નકકી કરી બાકીનાને ઉમેદવારી પાછી ખેંચાવાની વિચારણા શરૂ કરી છે. પાર્ટીએ હજુ સુધી કોઇ મેન્ડેટ આપ્યો નથી. આપશે કે નહિ તે નકકી નથી. જો પાર્ટી મેન્ડેટ આપે અને મેન્ડેટ સિવાઇના ઉમેદવાર ઉમેદવારી ચાલુ રાખે તો ચૂંટણી રસપ્રદ બની જશે.
નાફેડની ચૂંટણીમાં ગુજરાતમાં રપ૦ જેટલા મતદારો છે. કૃષિ વિષયક મંડળીની ૧ બેઠક માટે મતદાન છે. જેના માટે કાંકરેજ તાલુકા સહકારી સંઘના અમરતભાઇ દેસાઇ, નીચી માંડલ સેવા સહકારી મંડળી (મોરબી)ના મોહનભાઇ કુંડારીયા પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘના મહેશ પટેલ, સોનીપુર, સોમનાથ સેવા સહકારી મંડળીના જશવંતભાઇ પટેલ અને ખાખરાળ સેવા સહકારી મંડળીના મગનભાઇ વડાલિયાએ ઉમેદવારી કરી છે. વડાવિયા-કુંડારિયાની ઉમેદવારીએ સ્થાનિક સહકારી કાર્યકરોમાં ચર્ચા જગાવી છે. કાલે ચૂંટણી ચિત્ર ચોખ્ખુ થઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપેરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડ (નાફેડ) ની સ્થાપના રજી ઓકટોબર ૧૯પ૮ ના રોજ ગાંધી જયંતિના દિવસે કરવામાં આવી હતી. નાફેડ મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટી એકટ હેઠળ નોંધાયેલ છે. નાફેડની સ્થાપના ખેડૂતોના લાભ માટે કૃષિ ઉત્પાદનોમાં સહકારી માર્કેટીંગને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે કરવામાં આવી હતી. કૃષિ ખેડૂતો નાફેડના મુખ્ય સભ્યો છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
