તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ભાજપની સરકાર આવશે તો દેશને ગુલામ બનાવશેઃ ખડગે
ઘરડો વ્યકિત આવુ બોલે : ખડગેજી તમારે હિમાલય જવાની જરૂરઃ રવિ કિશન કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર ભાજપના સાંસદનો પલટવાર

નવી દિલ્હી, તા.,૧૪: લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક સભામાં કહ્યું હતું કે જો ભાજપ સરકાર પરત આવશે તો દેશને ગુલામ બનાવી દેશે. તેમણે કહ્યું હતું કે આઝાદી પહેલા ગરીબો, દલિતો અને આદિવાસીઓ સાથે ગુલામો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ હવે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહી છે. ગયા સોમવારે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. દરમિયાન ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ સતત એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક બેઠકમાં કહ્યું હતું કે જો ભાજપ સરકાર પરત આવશે તો દેશને ગુલામ બનાવી દેશે. હવે બીજેપી નેતા અને સાંસદ અને ગોરખપુર લોકસભા સીટના ઉમેદવાર રવિ કિશને મલ્લિકાર્જુન ખડગે પર તેમના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગળહ પ્રધાન અમિત શાહ માટે ત્રીજી ટર્મનો અર્થ ગરીબો, દલિતો અને આદિવાસીઓ સાથે ગુલામો જેવો વ્યવહાર થશે. તેમણે કહ્યું હતું કે આઝાદી પહેલા ગરીબો, દલિતો અને આદિવાસીઓ સાથે ગુલામો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. મોદી અને શાહને ત્રીજી ટર્મ આપશો તો એ જ સ્થિતિનું પુનરાવર્તન થશે. આપણે ફરી ગુલામ બની જઈશું.
ગોરખપુર લોકસભા મતવિસ્તારના બીજેપી ઉમેદવાર રવિ કિશને કહ્યું, આ બતાવે છે કે ઉંમર કેટલી અસર કરે છે. જ્યારે વ્યક્તિ વળદ્ધ થાય છે ત્યારે તે આવું બોલે છે. દેશ છેલ્લા ૧૦ વર્ષથી જોઈ રહ્યો છે કે રામ રાજ્યમાં હિંદુઓ અને મુસલમાનો બધા ખુશ છે. અમે ચંદ્ર પર પહોંચી ગયા છીએ અને તેઓ આવું બોલે છે?,ખડગે સાહેબ તમને તરત જ આરામ કરવાની જરૂર છે, હિમાલયમાં એક જગ્યા છે, હું તમને તે ગુફા વિશે જણાવીશ અને તમે ત્યાં જઈ શકો છો. તમારે ત્યાં જાવાની આવશ્યકતા છે. ત્યાં કેવી રીતે પહોંચવું તેનું હું સરનામું મોકલી આપીશ.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
