તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
શું વડાપ્રધાન બેકફુટ ઉપર આવી ગયા છે? કે કોંગી નેતાઓના બફાટે મજોમજો કરાવી દીધો?
લાંબા ચુંટણી પ્રચારના થાકને લીધે નેતાઓના નિવેદનોમાં બફાટ થતો હોય છેઃ સરળ ઉપાય એ છે કે એક અઠવાડીયામાં ચુંટણી પ્રક્રિયા નિપટાવી લેવી જોઇએઃ વરિષ્ઠ પત્રકાર તવલીન સીંઘના મંતવ્યની ચર્ચા

ગયા અઠવાડીયે વડાપ્રધાને જે કહયું તેનાથી તેમના માટે મુશ્કેલીઓ ઉભી થઇ છે. ભારતના બે સોૈથી અમીર વ્યકિતઓએ ટેમ્પો ભરીને કોંગ્રેસ પક્ષને કાળુ નાણું મોકલ્યુ હોવાના આક્ષેપો કરીને તેમણે ફસાવી દીધા છે. જેમણે તેમનું આ ભાષણ નાં સાંભળ્યું હોય તેમના માટે જણાવી દઇએ કે તેમણે કહયું હતું, ‘‘કોંગ્રેસ પક્ષના શહેઝાદાએ ‘‘અંબાણી-અદાણી, અંબાણી અદાણી''નો મંત્ર પ વર્ષ સુધી જપ્યો હતો પણ જેવો ચુંટણી પ્રચાર શરૂ થયો કે તેમણે તે બંધ કરી દીધું. કેમ? તેમણે રાહુલ ગાંધીને અંબાણી અને અદાણી તરફથી કેટલા નાણા મળ્યા તે જાહેર કરવાનો પડકાર ફેંકયો હતો.
એકસ્પ્રેસ જુથના વરિષ્ઠ પત્રકાર તવલીન સીંઘના કહેવા મુજબ આનો જવાબ તરત જ આવી ગયો હતો. રાહુલ ગાંધી એક વીડીયો અપલોડ કર્યો, જેમાં કહેવાયું કે જો વડાપ્રધાન જાણતા હોય કે મુકેશ અંબાણી અને ગોૈતમ અંબાણી તેમને રોકડના કોથળા ભરીને નાણા આપતા હોય તો તેઓ ઇડી અને સીબીઆઇને તપાસ માટે કેમ નથી મોકલતા? ખરેખર વાજબી પ્રશ્ન છે. દરમ્યાન કોંગ્રેસ પ્રમુખે એકસ પર એક મોકીંગ ટવીટ મુકી કે મિત્રો હવે મિત્રો નથી રહયા. આ સમય બદલાઇ રહયો હોવાના સંકેત છે. કોંગ્રેસ પક્ષની પ્રચાર સમિતીએ તરત જ ગણત્રી કરીને કહયું કે ચુંટણીપ્રચાર શરૂ થયો ત્યારથી રાહુલે ૧૦૩ વાર અદાણીનું નામ લીધુ હતું અને સાબિત કર્યુ કે વડાપ્રધાન ખોટી માહીતીઓ આપી રહયા છે.
ખરાબ સ્ટેટમેંટોને સારામાં ફેરવવામાં ભાજપના મીડીયા મેનેજરો નો કોઇ જોટો નથી. પણ અત્યારે તેમની સેવાઓની જરુર નથી પડે તેમ કેમ કે કોંગ્રેસ પોતે જ તેમનું કામ કરી રહયો છે. તેના બે નેતાઓએ એવા બયાનો આપીને વડાપ્રધાનના ઉપરોકત બયાન પરથી લોકોનું ધ્યાન બીજે વાળી દીધું. પહેલા સેમ પિત્રોડાએ પોતાના આક્રમક અંદાજમાં ભારતીયોની ત્વચાના રંગ બાબતે નિવેદન કર્યુ. જો કે આ વખતે તેમને તેમના પદ પરથી હાંકી કઢાયા. હજુતો ડેમેજ કંટ્રોલ પુરૂ થયુ નહોતું ત્યાં મણીશંકર ઐયરે વધારે ડેમેજ કર્યુ.
તેમણે ગયા મહિને આપે એક ઇન્ટરવ્યુ અચાનક દેશની દરેક ન્યુઝ ચેનલ પર દેખાયો જેમાં તેઓ એવુ કહેતા સંભળાય છે કે પાકિસ્તાન સામે બળ પ્રદર્શનનું વલણ કામ નહીં કરે કેમ કે તેમની પાસે પણ અણુુબોંબ છે. તેમનો ઉદેશ જો કે પાડોશી દેશ પ્રત્યે મોદીના આક્રમણ વલણ તરફ ધ્યાન દોરવાનો હતો. પણ આ ઇન્ટરવ્યુ દ્વારા ઐયરે મોદીને નુકસાન પહોંચાડવાના બદલે કોંગ્રેસને નુકસાન પહોંચાડી દીધુ. કોંગ્રેસ પ્રવકતાને તરત જ ઐયરના મતથી પક્ષને અળગો કરી દીધો હતો.
તવલીન સીંધ અનુસાર આ પ્રકારના સ્ટેટમેંટો લાંબા ચુંટણી પ્રચારના થાકના કારણે આવી જતા હોય છે. અને તેનો અને એક માત્ર ઉપાય છે, એક અઠવાડીયામાં ચુંટણી પ્રક્રિયા સમાપ્ત કરવી. જયારે ચુંટણી પ્રચાર છ-છ અઠવાડીયા સુધી ચાલે ત્યારે દરેક વ્યકિતની થાકથી આવી સ્થિતી થતી હોય છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
