<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

આપના રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલ પર હુમલો: સાંસદ સંજય સિંહે કહ્યું કે કેજરીવાલ આકરા પગલાઓ લેશે

આપ પાર્ટીના નેતા સંજય સિંહે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે થયેલા ગેરવર્તણૂકને લઈને કહ્યું કે, "ગઈ કાલે સવારે સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમના ઘરે પહોંચી હતી. તે ડ્રોઈંગ રૂમમાં કેજરીવાલની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન વિભવ કુમાર ત્યાં પહોંચી ગયો અને તેની સાથે ગેરવર્તન કર્યું. વિભવ કુમારને કેજરીવાલની ખૂબ નજીકના માનવામાં આવે છે.

 સંજય સિંહે કહ્યું, "દિલ્હીના સીએમએ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે. તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે. જ્યાં સુધી સ્વાતિ માલીવાલજીની વાત છે, તેમણે દેશ અને સમાજ માટે ઘણું કામ કર્યું છે. તેઓ વરિષ્ઠ છે. અને અમે જૂના નેતાઓમાંના એક છીએ."

ઉત્તર દિલ્હીના ડીસીપી મુકેશ કુમાર મીનાએ સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે સ્વાતિ માલીવાલ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન પહોંચી હતી પરંતુ તે પછીથી ફરિયાદ નોંધાવશે તેમ કહીને ત્યાંથી નીકળી ગઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સવારે ૯૩૪ કલાકે એક મહિલા કોલરે પીસીઆર કોલ કરીને માહિતી આપી હતી કે તેના પર મુખ્યમંત્રી આવાસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે.  આ કોલના થોડા સમય બાદ સ્વાતિ માલીવાલ પોલીસ સ્ટેશન પહોંચી હતી.

પીસીઆર કોલની સાથે પોલીસ ડાયરીમાં નોંધાયેલ નંબર સ્વાતિ માલીવાલનો નંબર છે.

ફોન કરનારને ટાંકીને પીસીઆર કોલ એન્ટ્રીમાં નોંધવામાં આવ્યું છે કે, "મહિલા કોલર કહી રહી છે કે હું હાલમાં સીએમના ઘરે છું, અને મને સીએમના પીએ વિભવ કુમાર દ્વારા ખૂબ માર મારવામાં આવ્યો છે."

આ ઘટના બાદ ભાજપે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને બરાબરની ઘેરી હતી. જોકે સ્વાતિ માલીવાલે પણ આ ઘટના પર હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

(6:20 PM IST)