તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
દિલ્હી આઈટીઓ ઓફિસની ભયાનક આગ બુઝાવવા માટે ૨૧ ફાયર ફાઈટર કામે લાગ્યા હતા: ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટનું મૃત્યુ થયું: ધુમાડાના ગોટેગોટા વચ્ચેથી ૭ લોકોને ક્રેન અને સીડીએથી બહાર કાઢ્યા

આજે મંગળવારે પાટનગરના આઈટીઓ વિસ્તારમાં દિલ્હીની આવકવેરા કચેરીમાં આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. આગ લાગવાની માહિતી બપોરે ૨.૩૮ કલાકે મળી હતી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ૨૧ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સાત લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જેમાં પાંચ પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.
એક ૪૬ વર્ષીય વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવેલ. મૃતક ત્યાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે કામ કરતા હોવાનું જાહેર થયું છે. બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગી હતી
ઘટના બાદ આવકવેરા વિભાગમાં કામ કરતા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. વ્યવસ્થા જાળવવા પોલીસ સતત હાજર રહેલ..
જ્યાં આગ લાગી હતી ત્યાં ત્રીજા માળે ખૂબ ધુમાડો હતો. ક્રેનની મદદથી લોકોને બાલ્કનીમાંથી બહાર લાવવામાં આવેલ.. કેટલાક લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
આઇટીઓ ઑફિસમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, "આગ લંચના સમયે લાગી હતી. ફાયર બ્રિગેડ દશેક મિનિટમાં પહોંચી ગયું હતું. આગનું કારણ આપવામાં આવ્યું હતું કે એસીમાં ખામી સર્જાઈ હતી જેના કારણે આગ લાગી હતી."
કેન્ટીન ચલાવતા વ્યક્તિએ કહ્યું, "ત્રીજા માળે ઓફિસ પણ છે. મારે આખી બિલ્ડીંગમાં જવાનું છે. આજે હું ત્રીજા માળે નથી ગયો. બે લોકો ઉપર ફસાયેલા હતા અને તેમને બચાવવા માટે તેઓ ટેન્ડર સીડીઓ લાવ્યા હતા અને ક્રેન વડે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
