<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ભાજપના વિરષ્ઠ નેતા સુશીલ કુમારનું નિધન

લાંબા સમયથી બિમાર હતા નેતા : બિહારના રાજકારણમાં શોકનો માહોલ સર્જાયો

બિહાર,તા.૧૪

બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ભાજપના વિરષ્ઠ નેતા સુશીલ કુમારનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને દિલ્હી એઈમ્સમાં સારવાર લઈ રહ્યા હતા. સુશીલ મોદી બિહારમાં ભાજપના દિગ્ગજ નેતા હતા. તેમનું રાજ્યસભાનું સભ્યપદ આ વર્ષે સમાપ્ત થયું. જ્યારે ભાજપે તેમને ફરીથી રાજ્યસભાના સાંસદ ન બનાવ્યા ત્યારે તેમના લોકસભાની ચૂંટણી લડવાની અટકળો શરૃ થઈ હતી. જોકે, ભાજપની ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ ચૂંટણી નહીં લડે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ જાહેર પ્લેટફોર્મથી અંતર જાળવી રહ્યા છે. જોકે, તે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ રીતે એક્ટિવ હતા. થોડા સમય પહેલાં જ તેમણે સોશિયલ મીડિયા દ્વારા તેમના કેન્સર વિશે જાહેર કર્યું હતું. સુશીલ મોદીની દિલ્હી AIIMSમાં સારવાર ચાલી રહી હતી.

સુશીલ મોદીએ પટના યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનની ચૂંટણીઓમાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો અને જ્યારે તેઓ જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા ત્યારે તેમના કટ્ટર રાજકીય હરીફ લાલુ યાદવ તેના પ્રમુખ પદે જીત્યા. જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિના આહ્વાન પર સુશીલ મોદી ચળવળમાં કૂદી પડ્યા હતા અને ધરપકડ બાદ ૧૯ મહિના સુધી જેલમાં રહ્યા હતા. મોદીએ ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા લાવવામાં આવેલા MISA કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને તેના એક દમનકારી વિભાગને દૂર કરવામાં સફળતા મેળવી હતી.

 

(7:55 PM IST)