<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ઈરાન સાથે મોટી ડીલ થતાં ચીન-પાકના પેટમાં તેલ રેડાયું

ભારતનો આંતરરાષ્ટ્રીય સ્તરે માસ્ટરસ્ટ્રોકઃઆ અંગે ભારતના વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, ઉપરાંત ચાબહારનું લાંબાગાળાના વહીવટ અંગે પણ વિચારણા થશે

નવીદિલ્હી તા.૧૪

અતિ વ્યુહાત્મક તેવા ઈરાનના ચાબહાર બંદરનો વહીવટ આગામી ૧૦ વર્ષ સુધી ભારતને સોંપવા વિશેષતઃ ભારત-ઈરાન વચ્ચે આજે (સોમવારે) કરારો કરવા ભારતના નૌકાયાન-મંત્રી સર્વાનંદ સોનવાલ તહેરાન પહોંચી ગયા હતા. આ અંગે ભારતના વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું હતું કે, ઉપરાંત ચાબહારનું લાંબાગાળાના વહીવટ અંગે પણ વિચારણા થશે.કેન્દ્રના બંદરો, નૌકાયાન અને જળમાર્ગ મંત્રી સોનોવાલ આજે (સોમવારે) એરફોર્સનાં વિશેષ વિમાન દ્વારા ઈરાન પહોંચ્યા હતા અને અતિ-વ્યુહાત્મક તેવા ઈરાનના કુદરતી બારાં (બંદર) ચાબહારના ૧૦ વર્ષ સુધીનાં વહીવટ અંગે ઈરાનના સત્તાવાળાઓ સાથે કરારો કર્યા હતા. આ બંદરનું મહત્વ તે માટે છે કે આ દ્વારા ભારત, પાકિસ્તાનને એક તરફ રાખી અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઇ દેશો સાથે મુક્ત રીતે વ્યાપાર કરી શકશે.

આ વિષે એસ. જયશંકરે મુંબઈમાં પત્રકારોને જણાવ્યું હતું કે ચા બહાર બંદર ભારત માટે વ્યુહાત્મક રીતે તો મહત્વનું છે જ પરંતુ વ્યપાર-વાણિજયની દ્રષ્ટિએ પણ તે મહત્વનું છે. કારણ કે તેથી ભારત પાકિસ્તાનને એક તરફ રાખી અફઘાનિસ્તાન તથા મધ્ય એશિયાઇ દેશો પોતાનો માલ સરળતાથી મોકલી શકશે. અને ત્યાંનો માલ સરળતાથી મેળવી પણ શકશે.  વાસ્તવમાં ઈરાનના માર્ગ અને શહેરી વિકાસ મંત્રી મહેરદાદ બઝરપાશ સાથે આ વર્ષના જાન્યુઆરીમાં જ મંત્રણાઓ થઇ હતી.

(7:57 PM IST)