તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલને ગળે લગાવ્યો :SRH સામે હાર બાદ આપ્યો હતો ઠપકો:હવે ડીનર પાર્ટી આપી
- સંજીવ ગોયન્કા અને કેએલ રાહુલનો મામલે અનેક નિવેદનો આવ્યા: ક્રિકેટ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ કેએલ રાહુલને સ્પોર્ટ કર્યો અને સંજીવ ગોએન્કા પર સીધો જ નિશાન સાધ્યું હતું

લખનૌ સુપર જાયન્ટ્સ તેની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમવા જઈ રહી છે. આ પહેલા ટીમના માલિક અને કેપ્ટન અને માલિકની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. તસવીરની સૌથી સારી વાત એ છે કે X-હેન્ડલ પર શેર કરેલી તસવીરમાં સંજીવ ગોએન્કા કેએલ રાહુલને ગળે લગાવતા જોઈ શકાય છે. જે બાદ બંને વચ્ચે કોઈ અણબનાવ ન હોવાનું અને LSGમાં બધુ બરાબર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ બાદ લખનૌ સુપર જાયન્ટ્સમાં તણાવની સ્થિતિ હતી. આ માત્ર તે મેચમાં ટીમને મળેલી કારમી હારને કારણે થયું નથી. પરંતુ તે પછી સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ વચ્ચે જે કંઈ બન્યું તેના કારણે પણ થયું. સનરાઈઝર્સ સામેની મોટી હાર બાદ સંજીવ ગોએન્કા મેદાન પર જ કેએલ રાહુલને ઠપકો આપતા જોવા મળ્યા હતા
સંજીવ ગોયન્કા અને કેએલ રાહુલનો મામલો એટલો મહત્વનો બન્યો કે તેના પર અનેક નિવેદનો આવ્યા. ક્રિકેટ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ કેએલ રાહુલને સ્પોર્ટ કર્યો અને સંજીવ ગોએન્કા પર સીધો જ નિશાન સાધ્યો, જ્યારે કેટલાકે માત્ર ઈશારો કર્યો. જો કે આ બધા પછી હવે જે તસવીર સામે આવી છે તેને જોતા લાગી રહ્યું છે કે LSGની અંદર બધુ બરાબર છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
