તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
૩૪ હજાર કરોડના બેંક ફ્રોડ કેસમાં સંડોવાયેલ ડીએચએફએલના પૂર્વ ડિરેક્ટર ધીરજ વાધવાનની ધરપકડ: જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) એ સોમવારે દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ - ડીએચએફએલ ના પૂર્વ ડિરેક્ટર ધીરજ વાધવનની મુંબઈથી ધરપકડ કરી હતી. તે ૩૪,૦૦૦ કરોડ રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં કથિત રીતે સામેલ છે. વાધવનને આજે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે..
અધિકારીઓએ માહિતી આપી હતી કે વાધવનને સોમવારે સાંજે મુંબઈથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ૨૦૨૨ માં આ કેસના સંબંધમાં સીબીઆઈ દ્વારા તેને પહેલેથી જ ચાર્જશીટ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વાધવાનની અગાઉ યસ બેંક ભ્રષ્ટાચાર કેસના સંબંધમાં એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે જામીન પર હતો.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
