તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ભાજપના પૂર્વ સાંસદ અને યશવંત સિંહાના પુત્ર જયંત સિંહાને લોકસભાની ટિકિટ આપવાનો ઇન્કાર થતા ગણતરીના દિવસોમાં, પુત્ર આશિર સિંહા કોંગ્રેસમાં જોડાઈ ગયા

ભાજપના પૂર્વ સાંસદ જયંત સિન્હાના પુત્ર અને ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાના પૌત્ર આશિર સિંહા કોંગ્રેસમાં જોડાયા છે, એમ પાર્ટીના ઝારખંડ યુનિટે મંગળવારે જણાવ્યું હતું.
જયંત સિંહાને હજારીબાગમાંથી લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ આપવામાં નહીં આવ્યાના થોડા જ દિવસોમાં આ ઘટના બની છે.
અહીં ૨૦ મે ના રોજ મતદાન થવાનું છે. તસવીરમાં આશિર સિંહા તેમના પિતા જયંત સિંહા અને ભાઈ રીષભ સાથે નજરે પડે છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
