<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

દિલ્હી લીકર એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દાખલ થનારી આગામી ચાર્જશીટમાં આપ પાર્ટીને આરોપી બનાવવામાં આવશે: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડીએ) દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું છે.

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતી વખતે ઈડી તરફથી અદાલત સમક્ષ આ રજૂઆત કરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આજે ૧૪ મેના રોજ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તે આમ આદમી પાર્ટી (આપ) ને દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાંથી ઉદ્દભવતા મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવશે.

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતી વખતે ઇડી દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી.

"આ કેસમાં દાખલ થનારી આગામી પ્રોસિક્યુશન ફરિયાદ (ચાર્જશીટ)માં આપ પાર્ટીને સહ-આરોપી બનાવવામાં આવશે," ઇડીના વકીલે શ્રી સિસોદિયાની જામીન અરજી પર દલીલો સાંભળી રહેલા જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા સમક્ષ દલીલ કરતા કહ્યું હતું..

તપાસ એજન્સીના વકીલે વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં આરોપ ઘડવાની પ્રક્રિયામાં વિલંબ કરવા માટે આરોપીઓ દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેમના માટે જામીન માંગતી વખતે, સિસોદિયાના વકીલે રજૂઆત કરી હતી કે ઈડી અને સીબીઆઇ હજુ પણ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં લોકોની ધરપકડ કરી રહી છે અને ટ્રાયલના વહેલા નિષ્કર્ષનો કોઈ પ્રશ્ન નથી. જામીન અરજી પર વધુ દલીલો ચાલી રહી છે.

(9:13 PM IST)