<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

RCB-CSK બંને પ્લેઓફમાં : SRH બહાર થશે, KKR બનશે ચેમ્પિયન!:હરભજનસિંહે કર્યો ચોંકાવનારો દાવો

- છેલ્લા બે સ્થાન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સ્પર્ધા

મુંબઈ :રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL પ્લેઓફની રેસમાં યથાવત છે અને 18 મેના રોજ ચેન્નાઈ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે. આ મેચ પહેલા હરભજન સિંહે મોટો દાવો કરતા કહ્યું છે કે RCB અને ચેન્નાઈ બંને પ્લેઓફમાં પહોંચી જશે. તેના મતે સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પ્રવેશ કરશે નહીં. આ સિવાય તેને કહ્યું કે કોલકાતા ચેમ્પિયન બની શકે છે.

  જેમ-જેમ IPL પ્લેઓફ નજીક આવી રહી છે તેમ-તેમ દરેક ક્રિકેટ ચાહકોના મનમાં એક પ્રશ્ન છે કે કઈ ચાર ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવશે. પ્રથમ ટીમ નક્કી થઈ ગઈ છે, કોલકાતાએ ક્વોલિફાય કર્યું છે. રાજસ્થાન રોયલ્સ પણ પ્લેઓફમાં પહોંચશે તે લગભગ નિશ્ચિત છે. છેલ્લા બે સ્થાન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સ્પર્ધા છે.

   પ્લેઓફની આ રેસ વચ્ચે, IPLમાં કોમેન્ટ્રી કરી રહેલા અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે CSK અને RCB બંને પ્લેઓફમાં જગ્યા બનાવશે. હરભજને કહ્યું કે આ લીગમાં તોફાની ક્રિકેટ રમી રહેલી હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં.

 

સનરાઈઝર્સ હૈદરાબાદ પર હરભજન સિંહે દાવો કર્યો છે કે આ ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે. હરભજનને લાગે છે કે આ ટીમ એક દિવસ ખૂબ સારી રીતે રમી શકે છે પરંતુ સનરાઈઝર્સની ક્રિકેટ શૈલી મુશ્કેલ સંજોગોમાં કામ નહીં આવે. હરભજન સિંહે લાઈવ કોમેન્ટ્રીમાં ઘણી વખત સનરાઈઝર્સ હૈદરાબાદની ટીકા કરી છે. પરંતુ આ ટીમ પ્લેઓફની ઘણી નજીક છે અને હૈદરાબાદની બે મેચ બાકી છે, માત્ર એક જીતથી તે ક્વોલિફાય થઈ જશે. જોકે, હરભજન સિંહ કંઈક બીજું જ માને છે. તેના મતે બેંગલુરુ અને ચેન્નાઈ બંને ક્વોલિફાય થશે, જોકે આવું થવું ખૂબ જ મુશ્કેલ છે. આ બંને ટીમો વચ્ચે 18 મેના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ રમાશે

(9:43 PM IST)