તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
સાઉદી અરેબિયામાં હાજીઓનું આગમન શરૂ : જૂનમાં થશે પવિત્ર હજ
સાઉદી અરેબિયા માટે એરપોર્ટથી હજયાત્રીઓ મદીના શરીફ પહોંચવા લાગ્યા ;આ વર્ષે હજ યાત્રા 26 જૂનથી શરૂ થશે અને 1 જુલાઈ સુધી ચાલશે.

Buses started to arrive for Hajj 1445/2024… 🚍 🚎#Hajj #Hajj1445 #Hajj2024 pic.twitter.com/u7pRttfrEx
— The Holy Mosques (@theholymosques) May 14, 2024
નવી દિલ્હી : દેશભરમાંથી હાજીઓ સાઉદી અરેબિયા આવવાનું શરૂ કરી દીધું છે. લોકો હજ કરવાની ઈચ્છા સાથે સાઉદી અરેબિયા પહોંચી રહ્યા છે. સાઉદી અરેબિયા પહોંચ્યા બાદ લોકો જૂન મહિનામાં હજ કરીને પોતાના દેશ પરત ફરશે. સાઉદી અરેબિયા માટે એરપોર્ટથી હજયાત્રીઓ મદીના શરીફ પહોંચવા લાગ્યા છે.
સોશિયલ મીડિયા પર કેટલીક બસોના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક બસો આવી રહી છે. કેટલીક બસો કતારમાં ઉભી છે. ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડર અનુસાર, હજ યાત્રા ધુ અલ-હિજજાહના 8મા દિવસે, 12મા અને છેલ્લા મહિનાથી શરૂ થાય છે. આ વર્ષે હજ યાત્રા 26 જૂનથી શરૂ થશે અને 1 જુલાઈ સુધી ચાલશે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
