તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 15th May 2024
વારાણસીમાં પીએમ મોદી વિરુદ્ધ હવે 7 ઉમેદવાર: શ્યામ રંગીલા સહિત 32 ફોર્મ રદ: 41 લોકોએ ભર્યાં હતા નામાંકન
ચાર દિવસ સુધી ફોર્મ દાખલ ન કરવા દેવાનો આરોપ લગાવીને હોબાળો કરનાર સ્ટેન્ડ અપ કોમેડિયન શ્યામ રંગીલાનું ફોર્મ પણ રદ:તેના ફોર્મમાં અનેક ખામીઓ

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીની સીટ વારાણસી પર ઉમેદવારી પત્રકની તપાસમાં 41માંથી 32 ઉમેદવારોના ફોર્મ રદ થઈ ગયા છે. વડાપ્રધાન મોદી વિરુદ્ધ કોંગ્રેસ-બસપા સહિત સાત ઉમેદવારો મેદાનમાં છે. માત્ર એક ઉમેદવાર શિવકુમારનું ફોર્મ તપાસ માટે બચ્યું છે. ચાર દિવસ સુધી ફોર્મ દાખલ ન કરવા દેવાનો આરોપ લગાવીને હોબાળો કરનાર સ્ટેન્ડ અપ કોમેડિયન શ્યામ રંગીલાનું ફોર્મ પણ રદ થઈ ગયું છે. તેના ફોર્મમાં અનેક ખામીઓ જોવા મળી. વારાણસીમાં 17 મે સુધી નામ પરત ખેંચવાનો સમય છે. જો કોઈએ નામ પાછા ન ખેંચ્યા તો વારાણસી સંસદીય ક્ષેત્રમાં કુલ આઠ ઉમેદવારો મેદાનમાં હશે.
જેમાં ભાજપમાંથી વડાપ્રધાન મોદી, કોંગ્રેસના અજય રાય, બસપાના અતહર જમાલ લારી, અપના દળ કમેરાવાદીના ગગન પ્રકાશ, રાષ્ટ્રીય સમાજવાદી જનક્રાંતિના પારસનાથ કેસરી અને ત્રણ અપક્ષ છે. અપક્ષ ઉમેદવારોમાં જેમનું ફોર્મ યોગ્ય જોવા મળ્યું તેમાં યોગેન્દ્ર કુમાર શર્મા, દિનેશ કુમાર યાદવ અને સંજય કુમાર તિવારીના નામ સામેલ છે. યુગ તુલાસી પાર્ટીના શિવકુમારના ફોર્મની તપાસ ચાલી રહી છે. જો તે યોગ્ય રહેશે તો કુલ 9 ઉમેદવાર થઈ જશે.
વારાણસીમાં 41 ઉમેદવારોએ કુલ 55 ફોર્મ ભર્યા હતા. એક કેન્ડિડેટ એકથી વધુ ફોર્મ ભર્યા છે. જેમ પીએમ મોદી અને અજય રાયે ચાર-ચાર સેટમાં ફોર્મ ભર્યા હતા શિવકુમારે પણ ચાર સેટમાં ફોર્મ ભર્યું છે. 55માંથી 51 ફોર્મની તપાસ થઈ ગી છે. 36 રદ થયા અને આઠ ઉમેદવારોના 15 ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
