News of Thursday, 16th May 2024
મોદી કહે છે ૪૦૦ પાર અને ચીન કહી રહ્યું છે ૪૩૦ પાર
ચીને તેના સર્વેમાં કરી ભવિષ્યવાણીઃ સર્વેથી વિપક્ષની ઉંઘહરામ થઇ જવાની : ચીને કહ્યું છે એટલો ટાર્ગેટ તો ભાજપે પણ રાખ્યો નથી

બીજીંગ,તા. ૧૬: ભારતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ભારતની આ ચૂંટણી પર માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વની નજરો છે. આ લિસ્ટમાં ચીન પણ છે. પ્રધાનમંત્રી મોદી કેટલી સીટ જીતશે, તે હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જણાવશે. પડોશીઓના ઘરમાં ડોકિયું કરવાની અને બબડાટ કરવાની ટેવથી મજબૂર ચીને ભારતમાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણી પર મોં ખોલ્યું છે.
આ વખતે તો એક નંબર લઈને આવ્યું છે. જેમ આપણા દેશમાં તમામ નેતા પોત-પોતાની રીતે NDA ની સીટો જણાવી રહ્યાં છે. તે રીતે એક નંબર બેઈજિંગથી પણ આવ્યો છે. જિનપિંગના મીડિયા પાર્ટનર ગ્લોબલ ટાઈમ્સ પ્રમાણે ૨૦૨૪ની ચૂંટણીમાં મોદીની જીતનો જાદુઈ આંકડો શું છે. અમે તમારા આ સવાલનો જવાબ આપીશું.
રાહુલ ગાંધીનું કહેવું છે કે ભાજપને ૧૫૦ સીટો મળશે. જયારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ચૂંટણી બરોબર થઈ તો ૨૦૦ સીટથી વધુ નહીં આવે. મલ્લિકાર્જુન ખડગેએ ત્યાં સુધી કહ્યું કે ભાજપ ૨૦૦ પાર કરી શકશે નહીં. તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદીને ૨૨૦-૨૩૦ સીટો આવી રહી છે.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ કહી ચૂક્યા છે કે આ સીટમાં એનડીએને કેટલી સીટો આવશે. પરંતુ ભારતના ચૂંટણી અંક ગણિત પર ચીનનું અલગ કહેવું છે. ભારતની ચૂંટણીમાં રસ ધરાવી રહેલા ચીને સીટોને લઈને ભવિષ્યવાણી કરી છે.
મોદી સહિત ભાજપના દરેક નેતા આ વખતે ૪૦૦ પારનો નારો લગાવી રહ્યાં છે. ભાજપના મોટા નેતા અમિત શાહે કહી દીધુ કે બહુમતનો આંકડો તો મતદાનના ચાર તબક્કામાં પૂરો થઈ ગયો છે અને આગામી ત્રણ તબક્કામાં ૪૦૦ પાર થશે.
NDA ની સીટોને લઈને તમને પીએમ મોદી, અમિત શાહથી લઈને અન્ય નેતાઓના દાવાઓ જણાવ્યા. હવે તમને બેઈજિંગનો સર્વે જણાવી દઈએ. એટલે કે ૨૦૨૪ની ચૂંટણીમાં ચીનનો નંબર. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે પોતાના આર્ટિકલમાં જે લખ્યું તે વાંચો.
અખબારે લખ્યું કે ચૂંટણીમાં સ્વિંગ વોટર્સને પોતાના તરફ ખેંચી ૪૩૦ સીટ જીતવા માટે મોદી ચીન અને ભારતના સંબંધોને સરળ બનાવવાનો પ્રયાસ કરી શકે છે. સ્વિંગ વોટર્સ એટલે એવા મતદાતા જે અંતિમ સમયે નિર્ણય કરે છે કે મત કોને આપવો. આ પ્રથમવાર છે જયારે ચીનના સરકારી અખબારે પીએમ મોદી માટે સીધે સીધો સીટનો આંકડો લખી દીધો છે. મોદી માટે જેટલી સીટો જીતવાનું લક્ષ્ય ચીને કહ્યું છે એટલો ટાર્ગેટ તો ભાજપે પણ રાખ્યો નથી. મોદી કહે છે ૪૦૦ પાર અને ચીન કહી રહ્યું છે ૪૩૦ પાર. ક્યાંક એવું તો નથીને કે ચીનને લાગી રહ્યું હોય મોદી આ વખતે ૪૩૦ સીટ જીતશે.
એક તરફ વિપક્ષ ૨૦૦ラ૨૩૦ સીટો જીતવાનું કહી રહ્યાં છે. જયારે પીએમ મોદી કહી રહ્યાં છે કે ૪૦૦ સીટો જીતીશું અને ચીનને લાગી રહ્યું છે કે મોદી ૪૩૦ સીટ જીતી જશે. ત્યારે તો ગ્લોબલ ટાઈમ્સે પોતાના આર્ટિકલમાં ૪૩૦ સીટનો ઉલ્લેખ કર્યો છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
