તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 16th May 2024
લુટેરી દુલ્હને ૩૨ પુરૂષો સાથે લગ્ન કરીને ખંખેર્યા

બાંસવાડા,તા. ૧૬: રાજસ્થાનમાં રાજીખુશીથી લગ્નના ફેરા ફરનાર ૩૨ વરરાજાઓનો માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો હતો. તેમને ખ્યાલ નહોતો કે દુલ્હનના વેશમાં એક મહિલા તેમને છેતરીને જતી રહેશે. જોકે આ લુટેરી દુલ્હન આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી અને તેની કાર્યપદ્ધતિ પણ સામે આવી ગઈ હતી. આ મહિલા અરેન્જડ મેરેજના માધ્યમથી પુરુષોને ટાર્ગેટ કરતી હતી અને તેમના પરિવારને એવા વિશ્વાસમાં લઈ લેતી કે વાત લગ્ન સુધી પહોંચી જાય. લગ્ન કર્યા બાદ આ દુલ્હન હનીમૂનને ટાળવા કોઈક બહાનું બતાવીને ઘરમાંથી પૈસા અને સોનું લઈને ફરાર થઈ જતી હતી. બાંસવાડા જિલ્લામાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે લુટેરી દુલ્હનનાં કારનામાંનો પર્દાફાશ થયો હતો.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
