<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

‘મારા મામાના લદનમાં જરૂર આવજો' હવે જૂનું થયું,

આ ભાઈએ કંકોત્રીમાં એવી લાઈન છપાવી....મહેમાનો બેભાન થઈ જશે

વાયરલ થઈ રહેલ કાર્ડ ૧૦ એપ્રિલના લગ્નનું છેઃ કાર્ડ પર રાધા-કૃષ્‍ણની તસ્‍વીર બનેલી હતીઃ સાથે જ તેમાં પંકજ નામના શખ્‍સને મોકલવામાં આવ્‍યું છેઃ પણ આ કાર્ડની નીચે એક ખાસ મેસેજ લખ્‍યો હતો

 

મુંબઇ,તા. ૧૬: ભારતમાં લગ્નો ખૂબ જ ધૂમધામથી થાય છે. લગ્નની ઈવેન્‍ટને કોઈ તહેવાર હોય તેમ મનાવવામાં આવે છે. તેની તૈયારી ખૂબ જ પહેલાથી શરુ થઈ જતી હોય છે. શોપિંગ અને લગ્ન માટે પૈસા એકઠા કરવાનો સિલસિલો તો તેનાથી પણ પહેલા શરુ થઈ જાય છે. પહેલાના સમયમાં લગ્નના કાર્ડ પર લોકો એટલું વધારે ફોકસ કરતા નહોતા. જુના જમાનામાં કપડા પર જ નિમંત્રણ છપાવીને આપી દેતા હતા. પણ હવે સમયની સાથે કાગળના કાર્ડ છપાવવા લાગ્‍યા છે.

આજના સમયમાં લોકો લગ્નના કાર્ડ પર ખૂબ જ ખર્ચો અને મહેનત કરતા હોય છે. તેની કોશિશ હોય છે કે સૌથી અલગ અને યૂનિક કાર્ડ છપાવીએ. સોશિયલ મીડિયા પર આવા અનોખા કાર્ડ ખૂબ જ વાયરલ થતાં હોય છે. તાજેતરમાં લોકસભા ચૂંટણીને જોતા કેટલાય લોકોએ પોતાના લગ્ન કાર્ડ પર વોટ આપવાની અપીલ કરી હતી. એટલું જ નહીં અમુકે તો નરેન્‍દ્ર મોદીની તસ્‍વીર છપાવી હતી. પણ આ દરમ્‍યાન એક એવુ કાર્ડ સામે આવ્‍યું છે, જેને લોકસભા ચૂંટણી સાથે કંઈ લેવા દેવા નથી. તેમ છતાં પણ આ કાર્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

વાયરલ થઈ રહેલ કાર્ડ ૧૦ એપ્રિલના લગ્નનું છે. કાર્ડ પર રાધા-કૃષ્‍ણની તસ્‍વીર બનેલી હતી. સાથે જ તેમાં પંકજ નામના શખ્‍સને મોકલવામાં આવ્‍યું છે. પણ આ કાર્ડની નીચે એક ખાસ મેસેજ લખ્‍યો હતો. થોડા સમય પહેલા લગ્નની કંકોત્રી પર કાકા અથવા મામાના લગ્નમાં જલૂલ આપવાનો સંદેશ ખૂબ જ વાયરલ થતો હતો. હવે તેના પર અલગ અલગ નોટ્‍સ લખેલી જોવા મળે છે. જેવી રીતે આ કાર્ડ પર લખેલી હતી કે, મહેરબાની કરીને લગ્નમાં દારુ પીને આવવું નહીં. તમે ઘણી વાર જોયું હશે કે લગ્નમાં લોકો દારુ પીને પહોંચી જતાં હોય છે અને ભારે હોબાળો મચાવતા હોય છે. તેને જોતા આ મેસેજ છપાવ્‍યો છે.

કાર્ડ પર લખેલા આ મેસેજ વાંચ્‍યા બાદ લોકોએ તેના પર કેટલીય કમેન્‍ટ્‍સ કરી છે. કેટલાય લોકોએ આ મેસેજથી સારો ગણાવ્‍યો. એકે લખ્‍યું કે, સાચે જ અમુક લોકો લગ્નોમાં દારુ પીને ભારે હોબાળો કરતા હોય છે. તેનાથી લગ્નની મજા ખરાબ થઈ જાય છે. આવા લોકોને લગ્નોમાં આવવા જ ન દેવા જોઈએ. તો વળી એકે લખ્‍યું કે, જાનૈયા મોટા ભાગે આવું કરતા હોય છે. કન્‍યા પક્ષ ડરના કારણે વિરોધ કરી શકતા નથી.

(9:48 AM IST)