<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

પોલ્‍યુશનને નિયંત્રિત કરવાના કોઇ પગલાખ્‍ં કારગર નિવડયા નથી

દ. એશિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ-સુરત ટોચ પર

નવી દિલ્‍હી, તા.૧૬: દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વિય એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણથી થતાં રોગો અને મળત્‍યુમાં અમદાવાદ પણ આગળ છે. ષ્‍ણ્‍બ્‍ પ્રમાણે તારીખ ૨૯મીના રોજ અમદાવાદમાં પ્રદૂષિત એવા પીએમ ૨.૫નું પ્રમાણ સામાન્‍ય કરતા ૨.૨ ગણું વધારે જોવા મળ્‍યું છે.  જો કે અમદાવાદમાં એલિસબ્રિજ, સરદાર પટેલ સ્‍ટેડિયમ જેવા વિસ્‍તારોમાં સ્‍ક્રિન મુકવામાં આવ્‍યા છે, છતાં પણ પોલ્‍યુશનને નિયંત્રિત કરવાના કોઈ પગલાં કારગર નિવડ્‍યા નથી.

એસ.જી.હાઈવે, સી.જી રોડ, આશ્રમ રોડ, કોટ વિસ્‍તાર, પૂર્વ વિસ્‍તારમાં પ્રદૂષણ બમણાં લેવલે. આમ તો અમદાવાદના તમામ વિસ્‍તારો પ્રદૂષણથી પ્રભાવિત છે. ખાસ કરીને એસ.જી.હાઈવે, સી.જી રોડ, આશ્રમ રોડ, કોટ વિસ્‍તાર, પૂર્વ વિસ્‍તારમાં પ્રદૂષણ બમણાં લેવલે છે. સાંજે ૪ વાગ્‍યા પછી પીએમ ૨.૫નું લેવલ ભયજનક સ્‍તરે વધે છે, જેની નોંધ આરોગ્‍ય સંસ્‍થાઓ લઈ રહી છે.

પશ્‍ચિમમમાં ટ્રાફિક અને પૂર્વમાં ફેક્‍ટરીઓના કારણે આ પ્રમાણ વધી રહ્યું છે. હાંસોલ, ચાંદખેડા, રાયખડમાં એરક્‍વોલિટી ઈન્‍ડેક્‍સ ૧૨૦થી આગળ છે, જે સંવેદનશીલ શરીર ધરવાતા લોકો માટે નુકસાનકારક છે. પોલ્‍યૂશનને કારણે વધતા પીએમ ૨.૫ના કણો આખા શરીરને નુકસાન કરે છે. આ કારણે દક્ષિણ અને પૂર્વ એશિયામાં લાખો લોકો પ્રદૂષણને કારણે વહેલા મોતને ભેટે છે. એશિયાના ૧૮ શહેરો વાયુ પ્રદૂષણની વધુ પડતી અસરો નીચે  આવી રહ્યા છે, જેમાં કરોડો લોકો ગંભીર રીતે ભોગ બની રહ્યા છે. જે છેલ્લા દસ વર્ષ કરતાં ત્રણ ગણો વધારે છે.

(10:23 AM IST)