તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 16th May 2024
લૂને કારણે દર વર્ષે દસ લાખ ૨૩૬ના મોત થાય છે
લૂ લાગવાથી દર વર્ષે વિશ્વમાં ૧.૫૩ લાખ લોકોના મોત
ભારતમાં પણ દર વર્ષે ૨૫ હજારથી વધુના મોતઃ કુલ મોતોમાં એશિયાનો ૫૦ અને યુરોપનો હિસ્સો ૩૦ ટકા

નવી દિલ્હી,તા. ૧૬: વિશ્વમાં દર વર્ષે ૧.૫૩ લાખથી વધુ લોકોના મોત લૂ લાગવાથી નીપજે છે. ૧૯૯૦ પછીના ૩૦ વર્ષના સમયગાળાને જોઇએ તો આંચકાજનક આંકડા મળે છે. છેલ્લા ૩૦ વર્ષમાં દર વર્ષે ૧.૫૩ લાખથી વધુ લોકોએ લૂ લાગવાના લીધે જીવ ગુમાવ્યા છે. તેમાં પાંચમાં ભાગનો હિસ્સો ભારતનો છે એટલે કે ૧.૫૩ લાખથી વધુ લોકોમાં ભારતના ૩૦ હજારથી પણ વધુ લોકોનો સમાવેશ થાય છે.
ભારત પછી અહીં ચીન અને રશિયાનો નંબર આવે છે. તેમાં ૧૪ ટકા અને ૮ ટકા મોત હીટવેલ સાથે જોડાયેલી હોય છે. ઓસ્ટ્રેલિયામા મોનાશ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે હીટવેવ સાથે જોડાયેલી સૌથી વધુ મોતોમાં ગરમી સાથે સંલગ્ન બધી મોતોનો લગભગ એક તૃતિયાંશ હિસ્સો કુલ મોતોના એક ટકા છે. સંશોકોએ તે પણ જોયું કે દરેક ઉનાળામાં થતા કુલ ૧.૫૩ લાખ મોતમાં અડધાથી વધુ એશિયામાં અને ૩૦ ટકાથી વધુ યુરોપમાં થાય છે. આ ઉપરાંત સૌથી ઉંચો મૃત્યુદર ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં જોવા મળ્યો. આ બધા તારણો પીએલઓએસ મેડિસિનમાં પ્રકાશિત થયા છે. રિપોર્ટના લેખકોએ જણાવ્યુ છે કે ૧૯૯૦ થી ૨૦૧૯ દરમિયાન દર વર્ષે દર દસ લાખે ૨૩૬ના મોત થયા અથવા વૈશ્વિક ટકાવારીના એક ટકા લોકોના મોત થયા.
સંશોધકોએ આ અભ્યાસ માટે યુકે સ્થિત મલ્ટી કન્ટ્રી મલ્ટી સિટી (એમસીસી) કોલેબોરોટિવ રિસર્ચ નેટવર્કના આંકડા ધ્યાનમાં લીધા છે. તેમાં ૪૩ દેશોના ૭૫૦થી વધુ સ્થળોએ તાપમાન અને દૈનિક મોતના આંકડાનો સમાવેશ થાય છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
