તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 16th May 2024
પુરૂષોમાં બેરોજગારીનો દર વધ્યો અને મહિલાઓમાં ઘટાડો
દેશના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટયો : જો કે પુરુષોમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું

નવી દિલ્હી, તા.૧૬: દેશના શહેરી વિસ્તારોમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર ઘટયો છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મિનિસ્ટ્રી દ્વારા બુધવારે જારી કરાયેલા આંકડા અનુસાર, જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિના દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ૬.૭ ટકા હતો. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે ૬.૮% હતો.
૨૨મા સામયિક લેબર ફોર્સ સર્વેના ડેટા દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં બેરોજગારીનો દર એક વર્ષ અગાઉ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ૯.૨% થી ઘટીને ૮.૫% થયો છે. એપ્રિલ-જૂન ૨૦૨૩માં તે ૯.૧૯% અને જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૩માં ૮.૬% હતો. ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૩માં તે ૮.૬% હતો.
આ સર્વે અનુસાર આ વર્ષે જાન્યુઆરી માર્ચ દરમિયાન શહેરી વિસ્તારોમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં બેરોજગારીનો દર વધ્યો છે. છેલ્લા ક્વાર્ટરમાં તે વધીને ૬.૧% થયો, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ૬% હતો. ગયા વર્ષે એપ્રિલપ્રજૂન દરમિયાન તે ૫.૯%, જુલાઈપ્રસપ્ટેમ્બર દરમિયાન ૬% અને ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન ૫.૮% હતો.
કેન્દ્ર સરકારના આ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે એપ્રિલ-જૂન અને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન શહેરી વિસ્તારોમાં એકંદરે બેરોજગારીનો દર ઘટયો છે. અગાઉ તે ૬.૬% હતો અને ઓક્ટોબર%ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘટીને ૬.૫% પર આવી ગયો છે.
શ્રમ દળમાં બેરોજગાર લોકોની ટકાવારીને બેરોજગારી દર કહેવામાં આવે છે. વસ્તીનો તે ભાગ, જે આર્થિક પ્રવળત્તિઓમાં યોગદાન આપવા માટે કામ કરે છે અથવા કામ કરવા માટે તૈયાર છે, તેને શ્રમ બળ કહેવામાં આવે છે. મજૂર દળમાં નોકરીયાત અને બેરોજગાર બંનેનો સમાવેશ થાય છે.
વર્તમાન સાપ્તાહિક સ્થિતિમાં, શહેરી વિસ્તારોમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં શ્રમ દળની સહભાગિતા દર જાન્યુઆરીપ્રમાર્ચ દરમિયાન વધીને ૫૦.૨ થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ૪૮.૫ હતો. અર્થશાષામાં, બેરોજગારીનો અર્થ એ છે કે જેઓ કામ કરવા તૈયાર છે, પરંતુ કામ નથી મળતું. બેરોજગારીના ઘણા પ્રકાર છે. એક સંપૂર્ણપણે બેરોજગાર છે, જેમને કોઈ રોજગાર નથી મળી રહ્યો. એક છે અન્ડર-એમ્પ્લોય્ડ, જેમને તેમની લાયકાત કે કૌશલ્ય પ્રમાણે કામ નથી મળતું. ઉદાહરણ તરીકે, જો શ્યામ તાાતક છે અને મજૂર તરીકે કામ કરે છે, તો તે અર્ધ-બેરોજગાર કહેવાશે. કારણ કે તેમને તેમની લાયકાત મુજબ કામ નથી મળતું.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
