<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

SME લિસ્‍ટિંગ્‍સના નિયમો કડક બનાવવા સેબીની વિચારણા

સ્‍મોલ બિઝનેસની સરળતા માટે ૨૦૧૨માં અલગથી લિસ્‍ટિંગ પ્‍લેટફોર્મ બનાવાયેલું, જેના દુરુપયોગથી ફરિયાદોને પગલે ચાલુ વર્ષના અંતે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે : મહત્‍વના ફેરફારો : સ્‍મોલ એન્‍ડ મીડિયમ એન્‍ટરપ્રાઇઝીસ (એસએમઇ)ના પબ્‍લિક ઓફરનું લઘુતમ કદ વધારી રૂા. ૩૦ કરોડથી રૂા. ૫૦ કરોડની વચ્‍ચે કરવાની વિચારણા : શેરબજાર નવા શિખરો સર કરતા આઇપીઓ ઓફર કરતી કંપનીઓ અને ભંડોળમાં અસાધારણ ઉછાળો : સેબી ઇશ્‍યુનો હેતુ અને ઇશ્‍યુઅર્સની નાણાકીય બાબતો વિશે વધુ સ્‍પષ્‍ટતા માંગે તેવી શકયતા

મુંબઇ,તા. ૬: સિક્‍યુરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ બોર્ડ ઓફ ઇન્‍ડિયા (સેબી)  સ્‍મોલ એન્‍ડ મીડિયમ એન્‍ટરપ્રાઝિસ (એસએમઇ)ના પબ્‍લિક ઓફસના નિયમો કડક બનાવવા જઇ રહ્યુ છે. સ્‍મોલ બિઝનેસ સરળતાથી કેપિટલ માર્કેટ્‍સ સુધી પહોંચ શકી તે માટે વર્ષ ૨૦૧૨માં અલગથી લિસ્‍ટિંગ પ્‍લેફોર્મ બનાવવામાં આવ્‍યુ હતુ હવે એવી ફરિયાદો ઉઠી છે કે, અલગથી બનાવાયેલા આ લિસ્‍ટિંગ પ્‍લેટફોર્મનો વ્‍યાપક પ્રમાણામં દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફરિયાદોને ગંભીરતાથી લેતા હવે સેબીએ પારદર્શકના વધારવાની દિશામાં કવાયત હાથ ધરી છે. સેબી વિચારી રહી છે કે એસએમઇના પબ્‍લિક ઇશ્‍યુનુ લઘુતમ કદ વધારી રૂા. ૩૦  કરોડથી રૂા. ૫૦ કરોડની વચ્‍ચે કરવામાં આવે. લઘુતમ ઓફર સાઇઝના નિયમથી એ વાતની ખાતરી કરી શકાશે. જે કંપનીઓ માર્કેટમાં કામકાજ માટે ગંભીર છે તેઓ બજાર સુધી પહોંચ બનાવી રહી છે અને બદલામાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરે છે. બજાર નિયમનકાર અને એક્‍સચેન્‍જિસની પક્ષકારો સાથે પરામર્શ બાદ ચાલુ વર્ષના અંતે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે, વર્તમાન સમયમાં ઇશ્‍યુના લઘુતમ કદની કોઇ મર્યાદા નથી પણ હાલમાં પ્‍લેટફોર્મ પર લિસ્‍ટિંગ કરતી કંપનીઓ પાસે ઇશ્‍યુ બાદ રૂા. ૨૫ કરોડની મૂડી હોવી જરૂરી છે. શેરબજારમાં વધતા ગ્રાફના કારણે ઉત્‍સાહમાં વધારો થયો છે. જેથી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૦૫ એસએમઇ કંપનીઓ દ્વારા રૂા. ૬૦૦૦ કરોડનું ભંડોળ એકઠું કરવામાં આવ્‍યુ હતું. જેથી સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૨૫ કંપનીઓ દ્વારા રૂો ૨૨૦૦ કરોડનું ભંડોળ એકઠું કરવામાં આવ્‍યું હતું.
 

નાણાકીય   IPO બહાર પાડનાર     કુલ ભંડોળ

વર્ષ          કંપનીઓની સંખ્‍યા      (રૂ.કરોડમાં)

૨૦૨૨-૨૩   ૧૨૫         ૨૨૦૦

૨૦૨૩-૨૪   ૨૦૫         ૬૦૦૦

(11:27 AM IST)