તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 16th May 2024
ઝડપથી પરિવર્તન પામતા વિશ્વમાં બચવું હોય તો આપણે નવિન સંશોધનો કરવા જ રહ્યાં : ઈશા અંબાણી
આવતીકાલની મહિલાઓએ સ્ટેમના ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઇએઃ ઈશા અંબાણી : મેં મારી મમ્મી, એટલે કે મહિલા સશક્તિકરણની ચેમ્પિયન, શ્રીમતી નીતા અંબાણીને વારંવાર એવું કહેતા સાંભળ્યાં છે કેઃ તમે એક પુરુષને સશક્ત બનાવશો તો તે એક પરિવારનું પાલનપોષણ કરશે. પરંતુ તમે એક મહિલાને સશક્ત બનાવશો તો તે આખા ગામનું પાલનપોષણ કરશેઃ ઈશા અંબાણી : વધારેને વધારે છોકરીઓ - આવતીકાલની મહિલાઓએ સ્ટેમના ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઇએ : દુઃખદ રીતે, આજે પણ, ભારતના ટેક વર્કફોર્સમાં જાતિગત ભેદભાવ જોવા મળે છે

(મુકુંદ બદિયાણી દ્વારા) રાજકોટ, તા.૧૬: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર શ્રી ઈશા મુકેશભાઈ અંબાણીએ, ગર્લ્સ ઇન ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી (આઇ.સી.ટી.) દિવસ ઇન્ડિયા ૨૦૨૪ પ્રસંગે ઉદ્દબોધન કર્યું હતું.
ઈશા અંબાણીએ કહેલ કે આપણે ખૂબ જ ઝડપી પરિવર્તનના સમયમાં જીવી રહ્યાં છીએ. વિશ્વ પરિવર્તન પામી રહ્યું છે, વિશ્વ નવિનતમ બની રહ્યું છે અને તેથી જ જો આપણે આ ઝડપથી પરિવર્તન પામતા વિશ્વમાં બચવું હોય તો આપણે નવિન સંશોધનો કરવા જ રહ્યાં.
તેથી, આજે અહીંયા ઉપસ્થિત તમામ લોકો માટેઃ પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર રહો. સાયન્સ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવા માટે તૈયાર રહો કારણ કે સાયન્સ અને ટેકનોલોજી ભવિષ્યની ચાવી છે.
ભવિષ્યની મોટાભાગની રોજગારી આ ક્ષેત્રોમાં હશે. તેથી, પરંપરાના બંધનો તોડી નાંખો, તમારી જાતને પડકાર આપો અને પરિવર્તનકારી બનો.
કમ્યુનિકેશન, શિક્ષણ અને આરોગ્યસંભાળથી માંડીને વ્યવસાય અને ફાઇનાન્સ સુધી, ટેકનોલોજીની પરિવર્તનકારી તાકાત દ્રશ્યમાન છે. સામાન્ય રીતે સ્ટેમ અને ખાસ કરીને આઈસીટી ટેકનોલોજીની અભૂતપૂર્વ ઙ્કગતિના ચાલકો છે.
આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં વધારે ઉંડાણમાં ઉતરીએ તો આઈ સી ટીની ભૂમિકા વધુને વધુ મહત્વપૂર્ણ બનતી જાય છે, જે દરેક ક્ષેત્રમાં ઇન્નોવેશનનો આધાર છે અને સુનિヘુિત કરે છે કે આપણી ડિજીટલ અને ટેકનોલોજીકલ પ્રગતિ તરફની યાત્રા અવિરત ચાલુ રહે અને આપણો દેશ આગળ વધે.
દુઃખદ રીતે, આજે પણ, ભારતના ટેક વર્કફોર્સમાં જાતિગત ભેદભાવ જોવા મળે છે.
આપણે પ્રથમ બે ઔદ્યોગિક ક્રાંતિ ચૂકી ગયા છીએ અને ત્રીજીમાં માત્ર કદમતાલ મિલાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગે આપણને સુધારો કરવાની તક આપી છે.
આપણે તકનો લાભ લેવો જોઇએ, આપણે આપણી જાતને જોતરવી જોઇએ અને આપણે શ્રેષ્ઠ બનવું જોઇએ. નહીંતર, આપણાં પર અપ્રસ્તુત બની રહેવાનું જોખમ રહેલું છે.
તેથી, ભારતના શ્રેષ્ઠતમ પ્રદર્શન માટે, વધારેને વધારે છોકરીઓ - આવતીકાલની મહિલાઓ- એ સ્ટેમના ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઇએ અને ટેકનોલોજીને કારકિર્દીના વિકલ્પ તરીકે સ્વીકારવી જોઇએ.
ટેક ઇન્ડસ્ટ્રીના સતત વિકસી રહેલા પરિદૃશ્યમાં, વર્કફોર્સમાં મહિલાઓનું ઓછું પ્રતિનિધિત્વ આઘાતજનક વાસ્તવિકતા છે.
જાતિગત તફાવત માત્ર જાતિગત પૂર્વગ્ર દર્શાવે છે એટલું જ નહીં પરંતુ નવિન સંશોધનના માર્ગમાં અડચણ પણ છે.
આ ખાઇને દૂર કરવી એ વ્યૂહાત્મક રીતે આવશ્યક છે, ઉદ્યોગની સાથે-સાથે સમાજ માટે, સર્વગ્રાહી વિકાસ માટે જરૂરી છે.
મહિલાઓ લીડર અને ચેન્જ મેકર બનવા માટે પુરુષો કરતાં ઓછી યોગ્ય નથી. અને તેમ છતાંસ્ત્રીનું ટોચ પર પહોંચવું પુરુષની પ્રગતિ કરતાં હંમેશા વધુ મુશ્કેલ છે.
હું અંગત રીતે માનું છું કે લીડર તરીકે મહિલાઓ પુરૂષોની સરખામણીએ સરસાઇ ધરાવે છે.સ્ત્રીઓમાં સહાનુભૂતિ હોય છે અને તે આપોઆપ તેમને વધુ સારા લીડર બનાવે છે
મેં મારી મમ્મી, એટલે કે મહિલા સશક્તિકરણની ચેમ્પિયન, શ્રીમતી નીતા અંબાણીને વારંવાર એવું કહેતા સાંભળ્યાં છે કેઃ તમે એક પુરુષને સશક્ત બનાવશો તો તે એક પરિવારનું પાલનપોષણ કરશે. પરંતુ તમે એક મહિલાને સશક્ત બનાવશો તો તે આખા ગામનું પાલનપોષણ કરશે.
મારું માનવું છે કે મારી મમ્મી જે કહે છે તે સાચું છે.સ્ત્રીઓ તો જન્મજાત લીડર્સ હોય છે. તેમની નિઃસ્વાર્થ ભાવના જ તેમને વધુ સારી લીડર્સ બનાવે છે.
માટે, મહિલાઓને લીડરશીપની ભૂમિકાથી વંચિત રાખીને આપણે વાસ્તવમાં આપણી જાતને આપણી સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવાની તકથી વંચિત રાખીએ છીએ.
સમાન સહભાગીતા માટે આપણાં સ્ટેમ અભ્યાસક્રમને સુદૃઢ બનાવવો મહત્ત્વપૂર્ણ છે. આપણે આપણી શિક્ષણ સામગ્રીને તમામ પક્ષપાતથી મુક્ત તેમજ બંને જાતિ માટે એકસમાન બનાવવાનું સુનિヘુિત કરવા જાતિગત સમાનતા નિષ્ણાતો સાથે પરામર્શ કરવો જ પડશે.
આપણા વિઝનરી વડાઙ્ઘધાન, શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતળત્ત્વમાં, સરકાર પણ કોર્સમાં જરૂરી ફેરફારો તેમજ સુધારા કરી રહી છે, અને તેના પરિણામો આપણી સામે છે.
છેલ્લા એક દાયકામાં ટેક વર્કફોર્સમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં ૬%ની વળદ્ધિ જોવા મળી છે.
ચાલો, આપણે આપણા સામાજિક માળખા અને શૈક્ષણિક પ્રણાલિમાં આમૂળ પરિવર્તન લાવીને તેને વધુ સમાવિષ્ટ બનાવીએ.
સ્ટેમ અને આઈ સી ટી દ્વારા મહિલાઓને સશક્ત બનાવીને, આપણે મહિલાઓની અંદર ધરબાયેલી ક્ષમતાઓને બહાર લાવવાની સાથે તેમની આખી એક નવી પેઢીને ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આ યુગમાં નેતળત્ત્વ માટે પ્રેરિત કરી શકીએ છીએ.
તો ચાલો, આ કોન્ફરન્સને આપણે એક નવી શરૂઆત તરીકે અંકિત કરીએ જેના થકી નવેસરથી પ્રયાસો હાથ ધરીને આપણે એ સુનિヘતિ કરવાનું છે કે દરેક યુવા મહિલાને સ્ટેમ અને આઈસીટીમાં તેના સ્વપ્નોને સાકાર કરવા પર્યાપ્ત તક અવશ્ય મળે તેમ રિલાયન્સના યુવા મહિલા ડાયરેક્ટર ઈશા અંબાણીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
