<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

નરેન્દ્રભાઇનો મુંબઇમાં ભવ્ય રોડ-શો

લોકસભા ચૂંટણીના પાંચમા તબકકાનું સોમવાર તા. ર૦ ના રોજ મતદાન યોજાવાનું છે. તે માટે રાજકીય પક્ષો પ્રચાર માટે એડી ચોટી જોર લગાવી રહ્યા છે. નરેન્દ્રભાઇએ પણ મહારાષ્ટ્રના ડીંડોરી અને કલ્યાણમાં ગઇકાલે જનસભાને સંબોધન કરી વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતાં. ત્યારબાદ નરેન્દ્રભાઇને મુંબઇના ઉત્તર-પૂર્વ બેઠકો માટે ભવ્ય રોડ-શો યોજાયો હતો. મુંબઇગરાઓ નરેન્દ્રભાઇની એક ઝલક મેળવવા ઉમટી પડયા હતાં. ગુલાબની પાંદડીઓથી નરેન્દ્રભાઇને આવકાર્યા હતાં. નરેન્દ્રભાઇએ પણ લોકોનું હાથ હલાવી અભિવાદન ઝીલ્યુ હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શીંદે અને નાયબ મુખ્યમંત્રી ફડણવીસ પણ જોડાયા હતાં.

(12:46 PM IST)