<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

૪૦ વર્ષથી રેલયાત્રીઓની તરસ છિપાવે છે ફી જલ સેવા સમિતિ

ચૌમહલા :  એક બાજુ ભરબપોરે અને અંગ દઝાડતા તાપમાં લોકો ઘરેથી બહાર નીકળવાની હિંમત નથી કરતા ત્‍યારે દિલ્‍હી-મુંબઇ મુખ્‍ય રેલ્‍વે માર્ગ પર નાનકડા એવા રેલ્‍વે સ્‍ટેશન ઐમહલાના કેટલાક યુવાઓ અને બુઝર્ગો સેવાની ધૂન સાથે રેલ યાત્રીઓને ઠંડુ પાણી પીવાડાવવા માટે છેલ્લા ૪૦ વર્ષથી કૃત સંકલ્‍પિત છે.

તેઓ સ્‍ટેશન પર ૪૦ વર્ષોથી નિશુલ્‍ક જલ સેવા સમિતિના માધ્‍યમથી ઉનાળા દરમ્‍યાન પ્‍લેટ ફોર્મ પર આવીને યાત્રીઓને ઠંડી પાણી પીવડાવી રહ્યા છે. સ્‍ટેશન પર જેવી ટ્રેન ઉભરી રહી ે છે. કે તરત જ ફકત એક જ અવાજ સંભળવાય છે, ઠંડા પાની.. શીતલ જલ....

ચૌ મહલા સ્‍ટેશન પર ફ્રી જલ સેવા સમિતિના સભ્‍યો દ્વારા સંચાલિત પરબ પરથી પણ કેટલાય મુસાફરો પોતાની તરસ છીપાવે છે. આ કામને સમિતિનો દરેક સભ્‍ય મહેનત અને લગનથી કરે છે. એ બધાનો એક જ સંકલ્‍પ છે કે ચૌમહલા સ્‍ટેશન પરથી કોઇ યાત્રી તરસ્‍યો ના જવો જોઇએ. આ લોકો ટ્રોલી ઉભી રાખીને પાણી તો પીવડાવે જ છે, સાથે જ દરેક કોચમાં જઇને મુસાફરોની બોતલોમાં પણ પાણી ભરી આપે છે.

(2:47 PM IST)