<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

શી જીનપીંગનો પ્રવાસ

યુરોપિયન દેશોને લોભાવવાના ચીનના પ્રયાસ

નવી દિલ્‍હી, તા. ૧૬ :  ચીની રાષ્‍ટ્રપતિ શી જીનપીંગનો તાજેતરનો યુરોપીય પ્રવાસ બહુ જ ચર્ચામાં છે. પાંચ વર્ષમાં યુરોપના પોતાના પહેલા પ્રવાસને શી જીનપીંગે ચીનની વિદેશનીતિના મુળીયા ફરીથી મજબૂત કરવા માટે ઉપયોગ કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દુનિયા બહુ જ બદલાઇ ગઇ છે. ખાસક રીને યુરોપ ખંડમાં આ દરમ્‍યાન ચીનની આર્થિક વૃધ્‍ધિ ધીમી થઇ ગઇ છે. યુક્રેન યુધ્‍ધમાં ચીને રશીયાને મૌન સમર્થન આપીને પヘમિી જગતને ચીડવવાનું કામ કર્યુ છે. અમેરિકા સાથે પણ ચીનનો તણાવ વધ્‍યો છે. એટલે વૈશ્વિક શકિત સંતુલનને પોતાના પક્ષમાં જાળવી રાખવા માટે યુરોપના દેશોને લોભાવવાની ચીનની આ કોશિષ કેવો રંગ લાગવે છે તે સમય જ બતાવશે પણ ભારતે સજાગ રહેવાની જરૂર છે.

શી જીનપીંગે ફ્રાંસ, સર્બીયા અને હંગેરીનો પ્રવાસ કર્યો છે. ચીની રણનીતિકારોએ આ ત્રણ દેશોની પસંદગી પણ કુટ નીતિક દૃષ્‍ટિએ કરી છે. જીનપીંગ એ યુરોપીયન નેતાઓને મળ્‍યા છે. જેમની ગણત્રી નાટો અથવા યુરોપીયન સંઘને પરેશાન કરનારાઓ તરીકે થાય છે.

(2:48 PM IST)