News of Thursday, 16th May 2024
૩૧ મે એ કેરળમાં ચોમાસાનું આગમન
એક દિવસ વહેલું આવશે ચોમાસુ ર૦૧પ સિવાય ૧૯ વર્ષોથી સાચુ પડે છે અનુમાન

નવી દિલ્હી તા. ૧૬: શરીરને દઝાડનારી ગરમી વચ્ચે ચોમાસા અંગે રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગે ગઇકાલે જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસુ ૩૧મે એ કેરળ પહોંચવાનું અનુમાન છે. આઇએમડીના એમ.ડી. મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું, ‘‘ચોમાસુ સામાન્ય રીતે ૧ જૂને આવે છે અને ૧પ જુલાઇ સુધીમાં આખા દેશને કવર કરી લે છે. અત્યારે ચોમાસાની ગતિ સામાન્ય કરતા વધારે છે કેમકે ૧૯ મે એ ચોમાસુ બંગાળની ખાડીથી આગળ વધીને આંદામાન નિકોબાર પહોંચવાની શકયતા છે જે દર વર્ષે રર મે એ પહોંચતું હોય છે. એટલે તે ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. આ ગતિએ પહોંચતું હોય છે. એટલે તે ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે. આ ગતિએ તે ૩૧મે એ કેરળ તટ પર પહોંચી જશે.''
આઇએમડીનું કહેવું છે કે ર૦૧પ સિવાય છેલ્લા ૧૯ વર્ષોમાં ચોમાસુ આવવાની તારીખોનું અનુમાન સાચુ પડયું છે. હવામાન વિભાગ અનુસાર દેશમાં અલનીનો સીસ્ટમ નબળી પડી રહી છે અને લાનીના સક્રિય થઇ રહી છે, જે સારા ચોમાસા માટે અનુラકૂળ છે.
ગયા મહિને હવામાન વિભાગે, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનાર વર્ષા ઋતુમાં સામાન્યથી વધારે વરસાદ થવાની આગાહી કરી હતી.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
