<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

અમે પણ પીઓકે લેવા માંગી છીએ, પહેલા ચીનને ભગાડો નહીં તો સિયાચીન પણ ગુમાવી દઈશું :અસરુદ્દીન ઓવૈસી

- ઓવૈસીએ કહ્યું -લદ્દાખ અને અરુણાચલની સાથે ઉત્તરાખંડમાં પણ ચીન ઘૂસી રહ્યું છે અને સરકાર સત્ય છુપાવી રહી છે: જો ચીન ભારતમાં ઘુસ્યું ન હતું તો 16 રાઉન્ડની વાતચીત શા માટે થઈ?

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભા ચૂંટણી, ભાજપની નીતિઓ તેમજ ભારત-ચીન સરહદ વિવાદ વિશે વાત કરી. લદ્દાખના ડેપસાંગ અને ડેમચોકનો ઉલ્લેખ કરીને તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે એવો પણ દાવો કર્યો કે લદ્દાખ અને અરુણાચલની સાથે ઉત્તરાખંડમાં પણ ચીન ઘૂસી રહ્યું છે અને આ સરકાર સત્ય છુપાવી રહી છે.

  લદ્દાખ પર બોલતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી દસ વર્ષથી કહી રહ્યા છે કે તેઓ પીઓકે પરત લઈ લેશે. અમે પીઓકે પણ લેવા માંગીએ છીએ. આખરે તેમને કોણે રોક્યા છે? તેઓ પીઓકેની વાત કરી રહ્યા છે અને ચીન આપણા દેશમાં ઘુસી ગયું છે. ડીજીપી કોન્ફરન્સમાં લદ્દાખના એસપીએ કહ્યું છે કે અમે લદ્દાખના 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 25 પર પેટ્રોલિંગ કરી શકતા નથી.

   AIMIM ચીફે કહ્યું, હું દેશ સાથે છું. ભાજપે ઈન્દિરા ઈઝ ઈન્ડિયાની જેમ મોદી ઈઝ ઈન્ડિયા ન કહેવું જોઈએ. ઘરમાં ઘુસીને મારી નાખો અને ચીનાને બહાર કાઢો. સત્ય છુપાવશો નહીં. અમને સાથે લઈ જાઓ, અમે પણ જોઈ લઈશું. જો આપણે ચીનને ડેપસાંગ અને ડેમચોકમાંથી બહાર નહીં કાઢીએ તો આપણે સિયાચીન પણ ગુમાવી દઈશું.

   AAIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે જો ચીન ભારતમાં ઘુસ્યું ન હતું તો 16 રાઉન્ડની વાતચીત શા માટે થઈ. કેન્દ્ર સરકાર ખોટું બોલી રહી છે. સેટેલાઇટ તસવીરોએ સાબિત કર્યું છે કે ચીન આપણી જમીન પર કબજો કરી રહ્યું છે. 5 વર્ષમાં ચીને પોતાના સૈનિકો માટે ઓલ વેધર રોડ બનાવ્યા છે. ઉત્તરાખંડ જાઓ અને જુઓ શું થઈ રહ્યું છે. ચીન પણ ત્યાં પ્રવેશ કરી રહ્યું છે. સરકારે વિપક્ષના નેતાઓને લઈને સત્ય બતાવવું જોઈએ. અમે પણ જવા તૈયાર છીએ.


 

(7:24 PM IST)