News of Thursday, 16th May 2024
ચાર ધામમાં મંદિર પરિસરની અંદર મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ
ચારધામ યાત્રાએ જતાં લોકો માટે મોટા સમાચારઃચારોધામમાં ભારે ભીડ જોવા મળી રહી છે, અત્યાર સુધીમાં ૩ લાખ ૩૭ હજાર યાત્રી ચાર ધામ દર્શન કરી ચુક્યા છે

દેહરાદૂન, તા.૧૬
ચારધામ યાત્રા ૨૦૨૪ સાથે જોડાયેલ એક મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ આ યાત્રા પર જઈ રહ્યા છો, તો આપના માટે આ જાણકારી જરુરી છે. હકીકતમાં જોઈએ તો, ચાર ધામમાં મંદિર પરિસરની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં મંદિરની અંદર હવે શ્રદ્ધાળુઓ પોતાના મોબાઈલ લઈ જઈ શકશે નહીં. ત્યાં સુધી કે ચારેય ધામોમાં મંદિરની ૨૦૦ મીટરની રેન્જમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉત્તરાખંડના ચીફ સેક્રેટરી રાધા રતૂડીએ આ આદેશ જાહેર કર્યા છે.
તો વળી ઋષિકેશમાં ચારધામ પર જઈ રહેલા વાહનો માટે મહત્વની જાણકારી સામે આવી છે. ગઢવાલ કમિશ્નરના નિર્દેશ પર ભદ્રકાળી ચેક પોસ્ટ પર સ્લોટ અંતર્ગત આગળ જવાની પરમિશન આપવામાં આવી છે. પરિવહન વિભાગ પણ વાહનોની તપાસ કરી રહી છે.
ચારોધામ તીર્થયાત્રીઓમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ૩ લાખ ૩૭ હજાર યાત્રી ચાર ધામ દર્શન કરી ચુક્યા છે. તેમાંથી કેદારનાથમાં ૧ લાખ ૫૫ હજાર, બદ્રીનાથમાં ૪૫ હજાર ૬૩૭ યાત્રી, ગંગોત્રીમાં ૬૬ હજાર જ્યારે યમુનોત્રીમાં અત્યાર સુધીમાં ૭૦ હજાર યાત્રી દર્શન કરી ચુક્યા છે.
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
