News of Thursday, 16th May 2024
અમને જે લાગ્યું તે પ્રમાણે અમે ચુકાદો આપ્યો : કોર્ટ
કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો મામલોઃકેજરીવાલને વચગાળાના જામીન આપવાનો મામલો

નવી દિલ્હી, તા.૧૬
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા વચગાળાના જામીન અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે અમે કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સંદર્ભમાં કોઈ જ અપવાદને ધ્યાને લીધો નથી. કોર્ટની જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાનકર દત્તાની ખંડપીઠે કહ્યું હતું કે અમે કોઈના પણ માટે કોઈ અપવાદને ધ્યાને લીધો જ નથી. અમને જે લાગ્યું તે પ્રમાણે અમે ચુકાદો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુંમાં સુપ્રીમ કોર્ટે આપના નેતા અરવિંદ કેજરીવાલને આપવામાં વચગાળા મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેજરીવાલને મળેલા વચગાળાના જામીન એ કાયમ અપાતા ચુકાદો જેવો ચુકાદો નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે ઘણા ભારતીયો માને છે કે આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સ્પેશિયલ ટ્રિટમેન્ટ અપાઈ હતી.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
