<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

'પાછો જેલમાં નહિ જાઉં ' કેજરીવાલના નિવેદનથી ઇડી ભડકી : કોર્ટ સમક્ષ કર્યો ઉલ્લેખ :સુપ્રીમ કોર્ટે કહ્યું-આ તેમની ધારણા છે

જસ્ટિસ ખન્નાએ કહ્યું, "અમે આ નથી કહ્યું, પરંતુ કહ્યું હતું કે તેઓ આ કેસમાં તેમની ભૂમિકા વિશે ચર્ચા કરશે નહીં

નવી દિલ્હી :દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ: જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકરની બેંચ સમક્ષ ED માટે હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરવિંદ કેજરીવાલના નિવેદન 'હું જેલમાં પાછો જવાનો નથી'નો ઉલ્લેખ કર્યો હતો.

   સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યપ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવેદન પર કોઈ પગલાં લેવાનો ઈન્કાર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટીને વોટ આપવામાં આવશે તો તેમને ફરીથી જેલમાં નહીં જવું પડશે. હકીકતમાં, ગુરુવારે (16 મે) સુપ્રીમ કોર્ટ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો

લાઈવ લો અનુસાર, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ સમક્ષ ED તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરવિંદ કેજરીવાલના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. સોલિસિટર જનરલે કહ્યું, "તે કહે છે કે જો લોકો AAPને મત આપશે તો તેમને 2 જૂને જેલમાં જવું પડશે નહીં. તે આ કેવી રીતે કહી શકે? આ અરજીકર્તા તરફથી સિસ્ટમ પર થપ્પડ છે.

   આના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું, "અમે આ નથી કહ્યું, પરંતુ કહ્યું હતું કે તેઓ આ કેસમાં તેમની ભૂમિકા વિશે ચર્ચા કરશે નહીં." જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આ તેમની (કેજરીવાલ) ધારણા છે, અમને ખબર નથી. અમને જે યોગ્ય લાગ્યું અને અમારો આદેશ ખૂબ જ સ્પષ્ટ હતો. અમે આમાં પડશું નહીં.

(8:34 PM IST)