News of Thursday, 16th May 2024
PoK ભારતમાં પરત ભળી જશે:ત્યાંના લોકો જમ્મુ કાશ્મીરનો વિકાસ જોઈને પ્રભાવિત થયા છે : વિદેશમંત્રીનો મોટો દાવો
PoKના મુઝફ્ફરાબાદમાં સંપૂર્ણપણે અરાજકતા,સ્થાનિક લોકો હિંસક વિરોધ પ્રદર્શનથી કંટાળી ગયા,વધતી મોંઘવારી અને વીજળના વધતા બિલને લઈને છેલ્લાં કેટલાંક દિવસથી પોલીસની સાથે ટકરાવ

નવી દિલ્હી :વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને ભારતનું અવિભજ્ય અંગ ગણાવતા કહ્યું કે, તે અંતતઃ ભારતમાં પરત આવશે. જયશંકરે કહ્યું કે, ત્યાંના લોકો હવે પોતાની જ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે.
PoKમાં વધતી અશાંતિ અને સતત થઈ રહેલી હિંસા પર પ્રતિક્રિયા આપતા જયશંકરે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે PoKના લોકો કેટલાંક વર્ષોમાં જમ્મુ કાશ્મીર થઈ રહેલા વિકાસને જોઈ રહ્યાં છે અને તેનાથી પ્રભાવિત થઈ રહ્યાં છે.
PoKમાં લોકો નિયંત્રણ રેખાની પાર સકારાત્મક પરિવર્તન જોઈ રહ્યાં છે અને તેઓ પોતાની જાતને પૂછી રહ્યાં છે કે ત્યાં આવું છે તો અમે કેમ પીડિત છીએ અને અમે આ પ્રકારના દુર્વ્યવહારને કેમ સ્વીકારી રહ્યાં છીએ? તેઓ નિઃસંદેહ તેનાથી પ્રભાવિત થઈ રહ્યાં છે.
નાસિકમાં વિશ્વબંધુ ભારત કાર્યક્રમમાં બોલતા કહ્યું કે, જયશંકરે કહ્યું કે હવે આપણે ફક્ત એટલું જ જોવાનુંછે કે આ બધું ક્યારે થાય છે.
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, PoKના મુઝફ્ફરાબાદમાં સંપૂર્ણપણે અરાજકતા જોવા મળી રહી છે. જ્યાં સ્થાનિક લોકો હિંસક વિરોધ પ્રદર્શનથી કંટાળી ગયા છે. વધતી મોંઘવારી અને વીજળના વધતા બિલને લઈને છેલ્લાં કેટલાંક દિવસથી પોલીસની સાથે ટકરાવ જોવા મળે છે. જયશંકરે કહ્યું કે, PoK એક અલગ શ્રેણી છે, કેમકે અંતતઃ PoK ભારતનું જ છે અને તે પરત ભારતમાં જ આવશે, મને નથી લાગતું કે આપણને આ વાત પર કોઈ શંકા ન હોવી જોઈએ
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
