News of Thursday, 16th May 2024
સલૂન માલિક માટે રાહુલ ગાંધી બન્યા જેકપોટ: હવે રાયબરેલીની દુકાન પર ગ્રાહકોની વધી ગઈ ભીડ
રાહુલ ગાંધી રાયબરેલીના લાલગંજમાં મીટિંગ પૂરી થયા પછી વાળ કાપવા માટે બ્રજેન્દ્ર નગરની એક દુકાન પર રોકાયા:તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સલૂન વાળાને ત્યાં લાઈનો લાગવા માંડી

નવી દિલ્હી :પોતાના નિવેદનો અને ધારદાર વલણના કારણે રાહુલ ગાંધી અવારનવાર લોકોનું ધ્યાન ખેંચે છે. આવું જ કંઈક યુપીના રાયબરેલીમાં પણ જોવા મળ્યું. એવા અહેવાલ છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રાયબરેલીની એક દુકાનમાં તેમના વાળ કપાવવા અને દાઢી બનાવવા માટે ગયા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
રાહુલની આ તસવીરો સામે આવતા જ હવે લાલગંજના ન્યૂ મુમ્બા દેવી હેર કટિંગ સલૂનમાં ગ્રાહકોની લાંબી લાઈનો લાગી ગઈ છે.
દુકાનના માલિક મિથુન કુમારે કહ્યું કે તેઓ રાહુલ ગાંધીને દુકાનમાં આવતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કહ્યું, 'આ દરમિયાન રાહુલે તેને પૂછ્યું કે તારા વાળ કોણ કાપે છે? અને વિવિધ હેર સ્ટાઈલ વિશે પણ માહિતી લીધી. આટલું જ નહીં રાહુલે મિથુનને તેની અંગત જીવન વિશે પણ સવાલો પૂછ્યા હતા.
રાહુલે તેને પૂછ્યું કે તે દિવસમાં કેટલા કલાક કામ કરે છે અને વાળ કાપવાનું આ કૌશલ્ય તેને ક્યાંથી મળ્યું? જવાબમાં, મિથુન તેમને રાયબરેલી આવતા પહેલા મુંબઈમાં કરેલા કામ વિશે જણાવે છે. રાહુલે મિથુનને તેની દુકાનના ભાડા અને તેની રોજની આવક વિશે પણ પૂછ્યું
મીડિયા સાથે વાત કરતા મિથુને કહ્યું કે રાહુલના આવ્યા બાદ તેની દુકાન પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જ્યાં પહેલા તેની દુકાન પર 10 લોકો હેરકટ કરાવવા આવતા હતા, હવે 25 લોકો હેરકટ કરાવવા આવે છે. જો કે, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે રાહુલે તેને કટિંગ અને શેવિંગ માટે કેટલા પૈસા આપ્યા હતા? તેણે આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
