<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

રેગિસ્તાનમાં જોવા મળશે બરફ :સાઉદી આરબ સમુદ્રની નજીક રણમાં નવી દુનિયા વસાવશે

અબજોપતિઓ માટે બનાવાયેલ રિસોર્ટમાં 6000 લોકો આરામથી રહી શકે :જૌમુરમાં અબજપતિઓને રોકાવવાની વ્યવસ્થાની સાથે સાથે ત્યાં પ્રાઈવેટ ક્રુઝને રાખવાની પણ સુવિધા

આરબના રેગિસ્તાન વિસ્તારને નવી રીતે વસાવવા માટે સાઉદી આરબ હવે મન બનાવ્યું છે. ધ સનના એક રિપોર્ટ મુજબ, સાઉદી આરબે સમુદ્રની નજીક રણમાં એક એવી દુનિયા વસાવશે જે લંડન શહેરથી 17 ગણું મોટું હોય. હાલમાં જ સાઉદી આરબે જૌમુર નામનું રિસોર્ટ ખોલ્યું છે, જે ખાસ કરીને અબજોપતિઓ માટે બનાવવામાં આવ્યું છે. આ રિસોર્ટમાં 6000 લોકો આરામથી રહી શકે છે. જૌમુરમાં અબજપતિઓને રોકાવવાની વ્યવસ્થાની સાથે સાથે ત્યાં પ્રાઈવેટ ક્રુઝને રાખવાની પણ વ્યવસ્થા છે.

રિપોર્ટ મુજબ રિસોર્ટ એક વિશાલ મરીનાની આસપાસ બનાવાયો છે જેમાં 700 લક્ઝરી વિલા અને 500 એપાર્ટમેન્ટ હશે. પ્રત્યેક વિલામાં અકાબાની ખાડી નજીક કાંઠા સુધીની પહોંચ અને ક્રુઝ કે બોટ માટે અંગત પાર્કિંગ વ્યવસ્થા હશે. કોમ્પ્લેક્સમાં 350 સુઇટ્સવાળી બે હોટલ પણ હશે, જે સાઉદીના ડ્રીમ પ્રોજેક્ટ નિયોમનો પહેલો ભાગ છે.

સાઉદી આરબમાં 500 બિલિયન ડોલરના ખર્ચે પ્રોજેક્ટ થકી રેગિસ્તાનની સૂરત બદલવામાં આવી રહી છે. પ્રિન્સ સલમાન પોતાના મહત્વાકાંક્ષી કિંગડમ નિયોમના નામથી એવું શહેર વસાવવા માગે છે જે લંડનથી 17 ગણું મોટું હોય. એટલું જ નહીં શહેરમાં તમામ મોજશોખ અને આરામ હોય,હોટલ, રિસોર્ટ, પૂલ, ક્લબ હોય અને ત્યાં માત્ર બરફ જ હોય.

અલ અરેબિયાના રિપોર્ટ મુજબ, ટ્રોઝેના નામના એક પ્રોજેક્ટ થકી એક એવું સ્થાન તૈયાર કરાશે જે 70 ટકા આર્ટીફિશિયલ બરફથી ઢંકાયેલું હશે. એવી આશા છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આ અદ્ભુત કરામત વર્ષ 2026 સુધીમાં તૈયાર થઈ જશે. જેણે લઈને દુનિયભરના પર્યટકો અહીં આવવા લલચાશે. આ આર્ટીફિશિયલ બરફના પ્રોજેક્ટને લાલ સાગરથી લગભગ 48 કિલોમીટર પૂર્વમાં સારાવતની પહાડીઓમાં તૈયાર કરાશે. જે તૈયાર થયા બાદ ત્યાંનું તાપમાન 10 ડિગ્રી ઘટી જશે.

સાઉદી આરબ 500 અબજ ડોલરના ખર્ચે તૈયાર નિઓમ મેગાસિટીનો પહેલો હિસ્સો આ વર્ષ સુધી ટુરિસ્ટો માટે ખોલી દેશે. અહીં આવતા ટુરિસ્ટ સિંદલાહમાં તૈયાર થનારા દ્વીપ રિસોર્ટનો અનુભવ કરી શકશે અને અહીં બનાવવામાં આવેલી ભવ્ય હોટલમાં રોકાઈ શકશે. 500 બિલિયન ડોલરનું નિઓમ મેગાસિટી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક છે.

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા યોજનાબદ્ધ રીતે દ્વીપ મીડલ ઈસ્ટના સૌથી મહત્વાકાંક્ષી મેગા સિટી ડેવલપમેન્ટમાંથી એક છે. જે તૈયાર કરનારાઓ આ મેગા સિટીના લાલ સાગરના એક ખાસ દરવાજા તરીકે રજૂ કરી રહ્યાં છે. સિંદાલાહ પ્રોજેક્ટને 2017માં ક્રાઉન પ્રિન્સ બિન સલમાન દ્વારા લોન્ચ કરાયો હતો. પૂરી રીતે તૈયાર થયા બાદ આ સ્માર્ટ સિટી 26,500 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાશે, જે લંડનથી લગભગ 17 ગણું મોટું હશે.

આરબ ન્યૂઝ મુજબ ગત રવિવારે ચીની રોકાણકારોની મુલાકાતના અંતે એવો ખુલાસો કરાયો કે સિંદલાહ આ વર્ષે લોકો માટે ખુલી જશે. અહીં અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહીં ચમકદાર રિસોર્ટમાં બીચ ક્લબ, યોટ ક્લબ, સ્પા અને વેલનેસ સેન્ટર અને 51 લક્ઝરી રિટેલ આઉટલેટ સાથે જ 400થી વધુ રુમ અને 300 સુઇટ્સવાળી ત્રણ ભવ્ય હોટલ અને એક મોટો મરીના સામેલ હશે.

(11:34 PM IST)