<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

વિભવે મને થપ્પડ માર્યા, લાતો પણ મારી. મારા પેટમાં મારી :ગેરવતર્ણૂંક પર પહેલી વખત સ્વાતિ માલીવાલે મૌન તોડ્યું

સ્વાતિ માલીવાલે પોતાની લેખિત ફરિયાદમાં વિભવ કુમાર પર મારપીટના ગંભીર આરોપ લગાવ્યા:સ્વાતિએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેની બોડી પર અનેક હુમલાઓ કરાયા

 

નવી દિલ્હી : આપ સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને લેખિત ફરિયાદ આપીછે. જેમાં સ્વાતિએ કહ્યું કે, વિભવે મને થપ્પડ માર્યા, લાતો પણ મારી. મારા પેટમાં મારી. એટલું જ નહીં મારી બોડી પર હુમલો કર્યો. દિલ્હી પોલીસે મુખ્યમંત્રી કેજરીવાલના પૂર્વ PA વિભવ કુમાર વિરુદ્ધ FIR દાખલ કરી છે. પોલીસે વિભવ કુમાર વિરુદ્ધ IPCની કમલ 354 (સ્ત્રીની મર્યાદાને ઠેસ પહોંચાડવી), 506 (ધમકી), 509 (કોઈ મહિલાની ગરિમાના અપમાન કરવાના ઉદ્દેશ્ય કંઈક કહેવું, ઈશારો કે કાર્ય કરવું) અને 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી) અંતર્ગત FIR કરવામાં આવી છે. તો સ્વાતિ માલીવાલ મેડિકલ માટે AIIMS રવાના થઈ છે.

સ્વાતિ માલીવાલે પોતાની લેખિત ફરિયાદમાં વિભવ કુમાર પર મારપીટના ગંભીર આરોપ લગાવ્યા છે. પોલીસ સૂત્રો મુજબ, સ્વાતિએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેની બોડી પર અનેક હુમલાઓ કરવામાં આવ્યા. સ્વાતિએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો કે જ્યારે તે ડ્રોઈંગ રુમમાં રાહ જોઈ રહી હતી ત્યારે વિભવે તેની સાથે દુર્વ્યવહાર કર્યો. તેના પર કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર હુમલો કર્યો.

સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, મારી સાથે જ થયું તે ઘણું જ ખરાબ હતું. મારી સાથે થયેલી ઘટના પર મેં પોલીસને મારું સ્ટેટમેન્ટ આપી દીધું છે. મને આશા છે કે યોગ્ય કાર્યવાહી થશે. છેલ્લાં કેટલાંક દિવસો મારા માટે ઘણાં જ કઠિન હતા. જે લોકોએ પ્રાર્થના કરી તેમનો આભાર વ્યક્ત કરું છું. જે લોકોએ મારા કેરેક્ટર પર સવાલ ઉઠાવ્યા અને એમ કહ્યું કે બીજી પાર્ટીના ઈશારે કરી રહી છું, ભગવાન તેમણે પણ ખુશ રાખે. તેમણે કહ્યું કે દેશમાં મહત્વની ચૂંટણી ચાલી રહી છે, સ્વાતિ માલીવાર જરુરી નથી, દેશના મુદ્દા જરુરી છે. ભાજપવાળાને ખાસ અપીલ છે કે આ ઘટના પર રાજકારણ ન કરે.

દિલ્હી પોલીસની એક ટીમ 16 મેનાં રોજ સ્વાતિ માલીવાલના ઘરે પહોંચી હતી. એડિશન પોલીસ કમિશન પીએસ કુશવાહાના નેતૃત્વમાં 2 સભ્યની ટીમ માલીવાલનું નિવેદન લીધું હતું. આ મામલે વિભવ કુમારને રાષ્ટ્રીય મહિલા આયોગે પણ શુક્રવારે સમન મોકલ્યું છે.

13 મેનાં રોજ એક દાવા મુજબ મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં દિલ્હી પોલીસને પીસીઆર કોલ આવ્યો. જેમાં કોલરે કહ્યું, હું હાલ સીએમના ઘરમાં છું. તેમણે મને પોતાના પીએ વિભવ કુમાર પાસે ખરાબ રીતે માર ખવડાવ્યો છે. ફોન કોલ પછી માલીવાલ સોમવારે સવારની સિવિલ લાયન્સ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં. પરંતુ ત્યારે તેમણે કોઈ લેખિત ફરિયાદ કરી ન હતી. ત્યારે તેઓ ફરિયાદ કર્યા વગર પોલીસ સ્ટેશનથી પરત ફર્યાં હતાં. કથિત ગેરવર્તણૂંકની વાત સામે આવ્યા બાદ માલીવાલ દ્વારા આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું ન હતું. જો કે આપ સાંસદ સંજય સિંહે સ્વાતિ માલીવાલ સાથે ગેરવતર્ણૂંક થઈ હોવાની વાત સ્વીકારી હતી. સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ એક નિંદનીય ઘટના હતી. સ્વાતિ માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા તેમના નિવાસસ્થાને ગયાં હતાં. જ્યારે તેઓ ડ્રોઈંગ રુમમાં તેમની રાહ જાઈ રહ્યાં હતા ત્યારે વિભવ કુમારે તેમની સાથે કથિત રીતે ગેરવર્તણૂંક કરી હતી.

(12:19 AM IST)