<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કપિલ સિબ્‍બલ બન્‍યા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્‍યક્ષ

ભારે બહુમતથી ચૂંટણી જીત્‍યાઃ ૧૦૬૬ વોટ મળ્‍યાઃ હરીફ વરિષ્‍ઠ વકીલ પ્રદીપ રાય હતા, જેમને ૬૮૯ વોટ મળ્‍યા

નવી દિલ્‍હી,તા. ૧૭: વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્‍યક્ષ ચૂંટાઈ આવ્‍યા છે. ગઇ કાલે થયેલા ચૂંટણીમાં કપિલ સિબ્‍બલને ૧૦૬૬ વોટ મળ્‍યા. તેમના નજીકના હરીફ વરિષ્ઠ વકીલ પ્રદીપ રાય હતા, જેમને ૬૮૯ વોટ મળ્‍યા. કપિલ સિબ્‍બલ ૨ દાયકા બાદ આ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. આ અગાઉ તેઓ ૧૯૯૫, ૧૯૯૭ અને ૨૦૦૧માં SCBA અધ્‍યક્ષ રહી ચુક્‍યા છે.

રિઝલ્‍ટ જાહેર થાય તે પહેલા બાર એન્‍ડ બેન્‍ચને આપેલા એક ઈન્‍ટરવ્‍યૂમાં કપિલ સિબ્‍બલે કહ્યું હતું કે, વકીલ કાનૂનના શાસનને બનાવી રાખવા માટે છે. વકીલનો ઉદ્દેશ્‍ય સંવિધાનની રક્ષા કરવાનો છે. એટલા માટે જો તમે બારને રાજકીય ઝૂકાવના આધાર પર વહેંમશો તો વાસ્‍તવમાં આપ એક વકીલ તરીકે પોતાનું કર્તવ્‍ય પુરી કરી શકશો નહીં.

બાર એસોસિએશનના અધ્‍યક્ષ પદની ચૂંટણી પહેલા કપિલ સિબ્‍બલે કહ્યું હતું કે, બારમાં પીવાના પાણીની સુવિધા નહોતી, મેં તે વ્‍યવસ્‍થા કરી હતી. મેં અહીં ટિકિટ બુક કરવા માટે એક રેલ કેન્‍દ્રની વ્‍યવસ્‍થા કરી હતી. અહીં કેન્‍ટીન, આરગે ગર્ગ લાઈબ્રેરી મારી તરફથી સ્‍થાપિત કરી હતી. જયારે પણ મુદ્દા ઉઠે છે, અમે એજ કરીએ છીએ, જે અમારે કરવું જોઈએ.

કપિલ સિબ્‍બલ બાર એસોસિએશનના અધ્‍યક્ષ ચૂંટાઈ આવતા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્‍વીટ કરીને કહ્યું કે, કપિલ સિબ્‍બલ ભારે બહુમતથી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્‍યક્ષ ચૂંટાઈ આવ્‍યા છે. આ ઉદારવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક અને પ્રગતિશીલ તાકતો માટે એક મોટી જીત છે. નિવર્તમાન પ્રધાનમંત્રીના શબ્‍દોમાં આ રાષ્ટ્રીય સ્‍તર પર ખૂબ જ જલ્‍દી થનારા પરિવર્તનોનું એક ટ્રેલર પણ છે.

(10:04 AM IST)