News of Friday, 17th May 2024
છેલ્લા દસ દિવસમાં લગભગ ચાર લોકોને નોટિસ
વિદેશની ‘બ્લેન્ક ચેક' કંપનીઓમાં રોકાણ કરનારા સંપન્ન ભારતીયોને ITની નોટીસ
આઇટી રિટર્નના ફોરેને એસેટ્સમાં રોકાણનો ઉલ્લેખ ન કરાતો હોવાથી કાયદાનો ભંગ

નવી દિલ્હી,તા. ૧૭: સંપન્ન ભારતિયો દ્વારા નિયમનો ભંગ કરી ‘બ્લેન્ક ચેક' કંપનીઓના માધ્યમથી ભંડોળ એકઠું કરવામાં આવે છે. આ ગેરરિતી હવે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ (આઈટી)ના રડારમાં છે. આઈટી વિભાગે હવે આ મામલે કાર્યવાહી હાથ ધરી નોટિસો ફટકારવાનું શરૂ કર્યું છે.
બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરી કેમેન આઈલેન્ડ્સ સ્પેશિયલ પરપઝ એક્યુઝિશન કંપનીઝ (એસપીએસી) માટે પસંદગીનું સ્થળ છે, ત્યારે આવકવેરા વિભાગ દ્વારા આ ગેરરિતી મામલે છેલ્લા દસ દિવસમાં ઓછામાં ઓછા ચાર લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.
એસપીએસીની રચના પ્રાથમિક રીતે બિનલિસ્ટેડ ઓપરેટિંગ કંપનીમાં હિસ્સો મેળવવાના ઉદ્દેશ્ય સાથે પ્રી-લિસ્ટિંગ ઓફરમાં રોકાણકારોને આમંત્રિત કરીને મૂડી એકત્ર કરવા માટે કરવામાં આવે છે. બાદમાં ટાર્ગેટ કંપની સાર્વજનિક રૂપે ટ્રેડેડ એસપીએસી સાથે મર્જ કરી શકે છે અને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ જેવા મોટા બોર્સ પર લિસ્ટેડ કંપની બની શકે છે. એસપીએસી વર્ષ ૨૦૧૯-૨૦માં ઘણી લોકપ્રિય બની હતી. તેણે રોકાણના વિકલ્પો શોધી રહેલા ઘણાં ભારતીયોનું પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.
ધ્યાન જો કે ઘણાં ભારતીય રોકાણકારો કે જેમણે એસપીએસી યુનિટ્સ અથવા શેરની ખરીદી કરી છે, તેઓ આઈટી રિટર્નના ફોરેન એસેટ્સમાં આ રોકાણનો ઉલ્લેખ કરતા નથી. જે નિયમનું ઉલ્લંધન છે. નોંધનીય છે કે, બર્મુડા અને કેમેન આઈલેન્ડ્સ જેવા ટેક્સ હેવન ક્ષેત્રો એસપીએસી જેવા ઢીલા નિયમો દ્વારા કરમાં મુક્તિ આપી ભંડોળ એકત્ર કરવાના હબ તરીકે સેવા આપે છે.
બ્લેન્ક ચેક કંપની અથવા એસપીએસી એટલે શું? સ્પેશિયલ પરપઝ એક્યુઝિશન
કંપનીઝ (એસપીએસી) એ ખાસ હેતુ માટે ઊભી કરાતી અધિગ્રહણ કંપની છે. તેના કામકાજના કોઈ હેતુ અંગે ખુલાસો કરવામાં આવતો નથી, જે શરૂઆતમાં બિનલિસ્ટેડ કંપની હોય છે. ત્યારબાદ ભંડોળ એકત્ર થઈ ગયા પછી સાર્વજનિક રીતે વિલય કરી લિસ્ટેડ કંપની તરીકે અસ્તિત્વમાં આવી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે, સામાન્ય રીતે આર્થિક સંપન્ન લોકો આવી કંપનીઓમાં ભંડોળ નાંખે છે અને આવી કંપનીઓ ટેક્સ હેવન દેશોમાં કામકાજ કરતી હોવાથી ટેક્સ ભરવામાંથી છટકી શકાય છે, જે કાયદાનું ઉલ્લંધન છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
