<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કમલ હાસન તેમની પાર્ટીઓમાં લોકોને કોકેન ઓફર કરતા હતા ?

સાઉથની સિંગર સુચિત્રા રામદુરાઇનો ચોંકાવનારો આક્ષેપ ડ્રગ્‍સ કિંગપિન જાફર સાદિક સાથેનો તેમનો જૂનો ફોટો થયો વાઇરલ

નવી દિલ્‍હી, તા.૧૭: કમલ હાસન પર એવો આરોપ મૂકવામાં આવ્‍યો છે કે તેમની પાર્ટીઓમાં લોકોને નશો કરવા માટે કોકેન આપવામાં આવે છે. ઍક્‍ટરમાંથી પૉલિટિશ્‍યન બનનાર કમલ પર આ આરોપ સાઉથની જાણીતી સિંગર સુચિત્રા રામદુરાઈએ મૂકયો છે. તેણે હાલમાં જ એક ઇન્‍ટરવ્‍યુમાં આ શૉકિંગ ખુલાસો કર્યો છે. તેના કહ્યા મુજબ કમલ હાસનની પાર્ટીઓમાં ખાસ કરીને બર્થ-ડે પાર્ટીઓમાં કોકેન રાખવામાં આવતું હતું. કમલ હાસન પૉલિટિકલ પાર્ટી મક્કલ નિધિ મય્‍યમના ફાઉન્‍ડર છે. તેમના પર આ આરોપ મૂકવામાં આવતાં તામિલનાડુની ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડન્‍ટ નારાયણન તિરુપતિએ આ વિશે તપાસ હાથ ધરી ઍક્‍શન લેવાની ડિમાન્‍ડ કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે જો આ તપાસમાં સુચિત્રાનો આરોપ ખોટો સાબિત થયો તો તેના વિરુદ્ધ પણ ઍક્‍શન લેવામાં આવશે. અત્‍યાર સુધી કમલ હાસને આ વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી. જોકે આ ઇન્‍ટરવ્‍યુનો વિડિયો વાઇરલ થવા બાદ કમલ હાસનનો એક જૂનો ફોટો વાઇરલ થયો છે જેમાં તેઓ ડ્રગ્‍સ કિંગપિન જાફર સાદિક સાથે જોવા મળે છે. નાર્કોટિક્‍સ કન્‍ટ્રોલ બ્‍યુરો દ્વારા આ વર્ષે માર્ચમાં જાફરની અરેસ્‍ટ કરવામાં આવી હતી. તે બે હજાર કરોડ રૂપિયાના ડ્રગ્‍સનું સ્‍મગલિંગ કરી રહ્યો હતો. જાફર સાદિક પહેલાં તામિલનાડુના એમ. કે. સ્‍ટૅલિનની પાર્ટી  DMKનો સમર્થક હતો

(11:07 AM IST)