<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કેજરીવાલને વચગાળાના જામીન મળ્‍યા છે, ક્‍લીનચીટ નહીં: અમિતભાઇ

 

નવી દિલ્‍હી, તા.૧૭: બીજેપી નેતા અને કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે દિલ્‍હીના સીએમ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળવા પર પ્રતિક્રિયા આપી છે.

અમિતભાઈ શાહનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલને માત્ર વચગાળાના જામીન મળ્‍યા છે, તેમને દારૂ કૌભાંડમાં ક્‍લીનચીટ મળી નથી.

એક ન્‍યૂઝ એજન્‍સીને આપેલા ઈન્‍ટરવ્‍યુમાં ગૃહમંત્રી શાહે કહ્યું કે, હું સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોઈ ટિપ્‍પણી કરવા માંગતો નથી.પરંતુ આમ આદમી પાર્ટી અને કેટલાક મીડિયા જૂથોએ આ નિર્ણયને વિજય તરીકે જોયો છે. એવું નથી કે કેજરીવાલને માત્ર વચગાળાના જામીન મળ્‍યા છે.

અમિતભાઈ શાહે કહ્યું, અગાઉ તેમની અપીલ હતી કે ધરપકડ ગેરકાયદેસર છે. સુપ્રીમ કોર્ટે તે સ્‍વીકાર્યું ન હતું. પછી જામીન માંગવામાં આવ્‍યા, સુપ્રીમ કોર્ટે તે પણ સ્‍વીકાર્યા નહીં.

બાદમાં જયારે પ્રચારની વાત આવી ત્‍યારે સુપ્રીમ કોર્ટે ૧ જૂન સુધી વચગાળાના જામીન આપ્‍યા છે. અરવિંદ કેજરીવાલને ક્‍લીનચીટ આપવામાં આવી નથી.

(11:44 AM IST)