<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ઇન્‍ટરનેટ શટડાઉન થવાના સૌથી વધુ કેસ ભારતમાં

વિશ્વભરમાં વધ્‍યા નેટ બંધ થવાના મામલા : સતત છઠ્ઠા વર્ષે ભારત ટોપ પર

નવી દિલ્‍હી તા. ૧૭ : ઈન્‍ટરનેટ બંધ થવાના મામલે ભારત સતત છઠ્ઠા વર્ષે ટોપ પર છે. Access Now અને KeepItOn દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં વર્ષ ૨૦૨૩માં ૧૧૬ ઇન્‍ટરનેટ શટડાઉન થશે. આ સાથે, એક નગર કે શહેરમાં ઈન્‍ટરનેટ બંધ કરવાને બદલે સમગ્ર રાજય (મણિપુર અને પંજાબની જેમ) ઈન્‍ટરનેટ બંધ કરવાનું ચલણ વધ્‍યું છે.રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં ઈન્‍ટરનેટ બંધ થવાના કેસમાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૩માં ૩૯ દેશોમાં ઈન્‍ટરનેટ બંધ થવાની ૨૮૩ ઘટનાઓ નોંધાઈ હતી. સંસ્‍થા ૨૦૧૬થી ઈન્‍ટરનેટ શટડાઉનનો ડેટા એકત્ર કરી રહી છે, ત્‍યારથી આ પહેલીવાર છે જયારે આટલી બધી ઈન્‍ટરનેટ બંધ થવાની ઘટનાઓ નોંધાઈ છે.

(11:56 AM IST)