તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 17th May 2024
મુંબઈ હોર્ડિંગ કાટમાળમાંથી ૭૩ કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી : ૪ દિવસ બાદ બચાવ કામગીરી પૂરી થઈ
રાજસ્થાનથી પકડાયેલા મુંબઇ હોર્ડિંગ કેસના મુખ્ય આરોપીની પૂછપરછ

મુંબઈ, તા.૧૭: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિગ અકસ્માતમાં ભારે જાનહાનિ અને આર્થિક નુકસાન થયું છે. ગુરુવારે સવારે ૬૬ કલાકથી સતત રાહત અને બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. કાટમાળમાંથી કાર સહિત ૭૦થી વધુ વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે. દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બિલબોર્ડના માલિક અને મુખ્ય આરોપી ભાવેશ ભીંડેની રાજસ્થાનથી ધરપકડ કરી છે. તે ઉદયપુરમાં છુપાયો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે સોમવારે મુંબઈમાં જોરદાર તોફાન આવ્યું અને વરસાદ શરૂ થયો. દરમિયાન ઘાટકોપર વિસ્તારના છેડા નગરમાં એક પેટ્રોલ પંપ પર ૧૨૦ ફૂટ x ૧૨૦ ફૂટનું મોટું બિલબોર્ડ પડ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં લોકો અને વાહનો કાટમાળ નીચે ફસાયા હતા. આ અકસ્માતમાં ૧૬ લોકોના મોત થયા છે અને ૭૫ લોકો ઘાયલ થયા છે.
બળહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણીએ ગુરુવારે સવારે અકસ્માત સ્થળ પર ૬૬ કલાક લાંબી શોધ અને બચાવ કામગીરીને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મહાનગરપાલિકાના વડાએ પેટ્રોલ પંપ પર પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ સવારે ૧૦.૩૦ કલાકે રેસ્કયુ ઓપરેશન અટકાવી દીધું હતું, જો કે, જેસીબી, ડમ્પર, ક્રેન અને અન્ય સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. આ પહેલા બુધવારે મધરાતે રેસ્કયુ ટીમે ગર્ડર નીચે કારમાં ફસાયેલા બે મળતદેહોને બહાર કાઢયા હતા.
ગ્પ્ઘ્ અધિકારીએ જણાવ્યું કે, અકસ્માતમાં નુકસાન પામેલા ૩૦ ટુ-વ્હીલર, ૩૧ ફોર-વ્હીલર, આઠ ઓટોરિક્ષા અને બે ભારે વાહનો સહિત ૭૩ વાહનોને પુનઃપ્રાપ્ત કરીને પોલીસને સોંપવામાં આવ્યા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની બે ટીમો સોમવાર સાંજથી શોધ અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. મુંબઈ ફાયર બ્રિગેડે ૧૨ ફાયર એન્જિન અને અન્ય ઘણા વાહનો તૈનાત કર્યા હતા. ઓપરેશન પૂર્ણ થયા બાદ તમામને પરત મોકલી દેવામાં આવ્યા છે.
અન્ય એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલ પંપની ટાંકીઓમાં બળતણના સ્ટોકને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે હજુ પણ ત્રણ ફાયર ટેન્ડર અને કેટલાક વરિષ્ઠ અધિકારીઓને સાવચેતીના પગલા તરીકે ત્યાં તૈનાત કર્યા છે.
હોર્ડિગની ઘટનાના મુખ્ય આરોપી ભાવેશ ભીંડેની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી છે. મોડી રાત્રે તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. ભાવેશને ક્રાઈમ બ્રાન્ચ યુનિટ ૭ની ઓફિસમાં રાખવામાં આવ્યો છે. ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ભાવેશ બિલબોર્ડનો માલિક હતો. જાહેરાત એજન્સીએ ર્હોડિંગ લગાવવા માટે BMC પાસેથી પરવાનગી લીધી ન હતી. બિલબોર્ડ ઇગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે ઈગો મીડિયાના માલિક ભાવેશ ભીંડે વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધ્યો છે. ભીંડે વિરુદ્ધ પહેલાથી જ ૨૩ ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેની સામે મુલુંડ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
