<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

SBIએ આપ્યા સારા સમાચાર: FD પર વ્યાજદરમાં વધારો કર્યો જાણો કઈ FD પર કેટલું વળતર મળશે?

ફિક્સ્ડ ડિપોઝિટ પર વધેલા દરો 15 મે, 2024થી અમલમાં આવી ગયા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે મોટા સમાચાર આપ્યા છે. SBIએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર વધેલા દરો 15 મે, 2024થી અમલમાં આવ્યા છે. આ વધારો તે લોકો માટે કરવામાં આવ્યો છે જેમની પાસે 2 કરોડ રૂપિયાથી ઓછી જમા છે. અગાઉ HDFC બેંક, કેનેરા બેંક અને ICICI બેંકે ફેબ્રુઆરી 2024 માં તેમના FD વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો... 

   સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 46 થી 179 દિવસમાં પાકતી તેની ફિક્સ ડિપોઝીટમાં 25 થી 75 બેઝિક પોઈન્ટનો વધારો કર્યો છે. જે પછી FD પર મળતું વ્યાજ વધશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ સમયગાળા દરમિયાન FD પર વ્યાજ 5.25 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવ્યું છે,આ પહેલા એસબીઆઈએ ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના દરોમાં ફેરફાર કર્યો હતો.

   SBIએ સામાન્ય નાગરિકો માટે વ્યાજ દર 180 દિવસથી 210 દિવસની મુદત પર 5.75% થી વધારીને 6% કર્યો છે. જ્યારે બેંકે સામાન્ય નાગરિકો માટે 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમય સુધી FD દર 6% થી વધારીને 6.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 6.50% થી 6.75% કર્યા છે.

  SBIએ 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી એફડી પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેના કારણે સામાન્ય નાગરિકો માટે આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ વ્યાજ દર 6.75 ટકાથી વધીને 7 ટકા થઈ ગયો છે

   બેંકે બે વર્ષથી વધુ અને ત્રણ વર્ષથી ઓછી એફડી પર વ્યાજ દર 6.75 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટેનો દર 7.25 ટકાથી વધારીને 7.50 ટકા કરવામાં આવ્યો છે

(2:35 PM IST)