<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા બે- બે વાવાઝોડાનું સંકટ?

GFS મોડલ મુજબ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઇ રહ્યુ છે જ્યારે અરબ સાગરમાં અન્ય વાવાઝોડું સક્રિય થઇ શકે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં તો કાળઝાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઇ લીધો છે. વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. ત્યારે તે પહેલા અરબ સાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે. GFS મોડલ પ્રમાણે, બંગાળની ખાડીમાં 24-25 મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઇ રહ્યુ છે જ્યારે અરબ સાગરમાં 10મી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઇ શકે છે

   સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15મી જૂનની આસપાસ બનતું હોય છે. જોકે, તે પહેલા 15 દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાએ ફરીથી ચિંતામાં વધારો થયો છે. 25 મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઇ શકે છે. જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઇ શકવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યુ છે. આ સાથે જો તે ફંટાય તો બાંગ્લાદેશ, મ્યાનમાર, ઓડિશા,આંધ્રપ્રદેશ પર પણ અસર કરી શકે છે.

   એક અનુમાન પ્રમાણે, 25 મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે. ભેજવાળા પવનોને કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઇ શકે છે.

  બીજા વાવાઝોડાની વાત કરીએ તો, આ વાવાઝોડું અરબ સાગરમાં 10મી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે. સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે. આ પહેલા પણ આપણે અનેક અરબ સાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઇ છે. બીપોરજોયે ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી

  ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા જ 10મી જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે. આ સાથે જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળી શકે છે

(2:38 PM IST)