News of Friday, 17th May 2024
૧પ૯ લોકો મત દેવાના છે પણ પ્રચાર માટે ૬ વર્ષથી નથી પહોંચ્યા કોઇ નેતાઃ ચુંટણી સ્ટાફ પણ હેલીકોપ્ટર દ્વારા આવશે

શિમલા તા. ૧૭: લોકસભા ચુંટણી માટે ભારે ભરખમ પ્રચાર અભિયાન અને નીચલા સ્તરે નેતાઓનું ડોર-ટુ-ડોર અભિયાન ચાલી રહ્યું છે પણ હિમાચલ પ્રદેશનાં બૈજનાથના બડા ભંગાલ ગામના લોકો છ વર્ષથી નેતાની રાહ જોઇ રહ્યા છે. આ દુર્ગમ ગામમાં ચુંટણી પ્રચાર માટે નેતા કે ઉમેદવાર નથી આવ્યા પણ ૧પ૯ મતદારો માટે ચુંટણી સ્ટાફ હેલીકોપ્ટર દ્વારા અહીં આવશે. કાંગડા લોકસભા બેઠક હેઠળ આવતા બડા ભંગાલમાં ૧ જૂને મતદાન થશે.
બૈજનાથના અત્યંત દુર્ગમ વિસ્તારમાં આવેલ બડા ભંગાલમાં ર૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી પ્રેમકુમાર ઘુમલ હેલીકોપ્ટરથી આવ્યા હતા અને સંબોધન કર્યું હતું. ર૦૧૮માં પહેલી વાર બૈજનાથના તત્કાલીન ધારાસભ્ય મુલ્ખરાજ પ્રેમી હેલીકોપ્ટરથી અહીં આવ્યા હતા. ત્યાર પછી કોઇ પણ નેતા પ્રચાર માટે આ ગામમાં૦ નથી આવ્યા.
અહીં સુધી પહોંચવાનો રસ્તો અઘરો અને દુર્ગમ છે. પગપાળા પહોંચવામાં ૩ થી ૪ દિવસનો સમય લાગી જાય છે. આ ગામ શિયાળામાં રાજયના બાકીના વિસ્તારથી વિખૂટો પડી જાય છે અને મોટા ભાગના લોકો બીજા ગામમાં ચાલ્યા જાય છે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
