<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ચુંટણી લડવાના ક્રેઝમાં ખેડૂતે વેચી જમીનઃ પણ ફોર્મ રદ થયું

ભદોહી તા. ૧૭: ચુંટણી લડવાના ક્રેઝ પણ અલગ છે. ઉત્તર પ્રદેશમાં ભદોહીના એક ખેડૂતના મનમાં ચુંટણી લડવાની ઇચ્‍છા જાગી પણ પાસે પૈસા નહોતા. તેણે પોતાનું ખેતર વેચીને પૈસાની વ્‍યવસ્‍થા કરી પણ નસીબ દગો આપી ગયું. ખેડૂત કરણ શુકલા ઉમેદવારી પત્ર ભરવા કલેકટર ઓફીસ ગયો તો ત્‍યાં તેનું ફોર્મ રદ થઇ ગયું. તેણે પોતાનું ફોર્મ બરાબર નહોતું ભર્યું.

શુકલા ફ્રી ટાઇમમાં વોચમેનનું કામ કરે છે. ચુંટણી લડવાનો વિચાર મગજમાં કેમ આવ્‍યો એવું પૂછતા કરણે જણાવ્‍યું કે મોંઘવારીના કારણે તેણે આ નિર્ણય લીધો હતો. ખેતર વેચવાની વાત પર તેણે કહ્યું કે મારો ઉદ્દેશ લોકોની સેવા કરવાનો છે અને જમીન પછી હું છોડાવી લઇશ

(2:55 PM IST)