<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

અરે... આ ઇમરાન ખાન છે કે દાદાજી : પૂર્વ વડાપ્રધાનની આ હાલત ? ઓળખી પણ નથી શકાતા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો સફેદ વાળ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ દેખાય છે. આમાં તે અન્ય બે લોકો સાથે ખુરશી પર બેઠા છે. પોતાના કાળા અને સ્ટાઇલિશ વાળ માટે પ્રખ્યાત ઇમરાન ખાન  ઓળખાતા નથી. ઘણા લોકોએ પૂછ્યું પણ છે કે શું તે ઈમરાન ખાન છે? બુધવારે ઇન્કોગ્નિટો નામના ભૂતપૂર્વ યુઝરે એક વીડિયો કિલપ રિલીઝ કરી હતી. તે જલ્દી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેને ૧૬૦૦ થી વધુ લોકોએ શેર કર્યો છે. તે જ સમયે, ટૂંકા સમયમાં ૧૦ હજારથી વધુ લાઇકસ મળી છે. વીડિયો કિલપ સાથેના કેપ્શનમાં લખ્યું છે, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન મેકઅપ અને હેર ડાઈ વગર. ન્યૂઝ ઈન્ટરનેશનલ અખબારે સૂત્રોને ટાંકીને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ફોટો લીક થવા પર વાંધો ઉઠાવ્યો છે, ત્યારબાદ વહીવટીતંત્રે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે 'અકિલા' આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. એક યુઝરે આ?ર્ય વ્યકત કર્યું કે શું વિડિયોમાં દેખાતો વ્યકિત ખરેખર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)નો નેતા છે. તેણે લખ્યું, ખરેખર, આ ઈમરાન ખાન છે?ૅ અન્ય એક યુઝરે લખ્યું, શું તમે ૭૧ વર્ષીય વ્યકિત કેલ્વિન કલેઈન મોડલ જેવો દેખાવાની અપેક્ષા કરો છો? અન્ય વપરાશકર્તાએ કિલપને નકલી અને AI-જનરેટેડ ગણાવીને કાઢી નાખી. એઆઈ-જનરેટેડ વીડિયો વડે લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો, તેમણે ભારપૂર્વક કહ્યું.

(2:56 PM IST)