તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 17th May 2024
મારા ૧૦૦ દિવસના વિઝનમાં હવે ૨૫ દિવસ યુવાનો માટે ઉમેરીશ : નરેન્દ્રભાઇ
સરકાર ચાલે છે એમ નહિ પરંતુ સરકાર ચલાવવી છે તે વાતને ધ્યાનમાં રાખીને અમે આગળ વધી રહયા છીએ

રાજકોટ, તા., ૧૭: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજતક ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુંમાં આવનારા વર્ષોમાં કેવી કામગીરી કરશે તે અંગે પોતાની વાત રજુ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ર૦૧૪, ર૦૧૯ની ચુંટણી બાદ આવનારા ૧૦૦ દિવસમાં સરકાર શું કામગીરી કરશે ? તેના એજન્ડા નક્કી કરીને તે દિશામાં અમે કામગીરી કરી છે અને તે મુજબ કઇ યોજનાને પ્રાથમીકતા આપવી તે દિશામાં પગલા ભર્યા છે. જેમાં સફળતા પણ મળી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે, હું જયારે ગુજરાતમાં હતો ત્યારે ર૬ મી જાન્યુઆરીએ મોટો ભુકંપ ગુજરાત અને કચ્છમાં આવ્યો હતો. જેની વધુ અસર કચ્છમાં હતી. ભુકંપ પહેલા જ મેં મુખ્યમંત્રી તરીકે સત્તાના સુત્રો સંભાળ્યા હતા અને બીજા જ દિવસથી હું કચ્છમાં જતો રહયો હતો અને બે-ત્રણ દિવસ સુધી ત્યાં જ રોકાયો હતો અને સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ ગાંધીનગર આવીને કચ્છને એક વર્ષમાં કેમ બેઠુ કરવું? તે દિશામાં આગળ વધવા અમારી ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તે મુજબ કામગીરી કરીને એક વર્ષમાં કચ્છની કાયાપલટ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે, મારી કાર્યશૈલીનો એક ભાગ છે ે કે હું આગળનું પહેલા વિચારૂ છું અને તે મુજબ કામની પ્રાથમીકતા ગણું છું. સંગઠનમાં રહયો હોવાથી સમયને કેવી રીતે મહત્વ આપવું તથા કયાં કામને પહેલી પ્રાથમીકતા આપવી તે દિશામાં વધુ જોઉ છું. તે મુજબ જ કચ્છમાં કામગીરી કરી અને મારી ટીમે પણ આવી રીતના ટીમવર્કથી થતા કામને આવકાર્યુ હતું અને તે મુજબ અમે આગળ વધી રહયા છીએ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે, સરકાર ચાલે છે તેમ નહિ પરંતુ સરકાર ચલાવવી છે તેવી રીતે ધ્યાન આપીને અમે સરકાર ચલાવીએ છીએ. જેથી હવે પછી હું જે ૧૦૦ દિવસના પ્લાન મુજબ કામ કરતો હતો તેની જગ્યાએ હવે તેમાં રપ દિવસનો ઉમેરો કર્યો છે. આ રપ દિવસ ભારત દેશના યુવાનો માટે ફાળવવા છે. યુવાનો પોતાના વિચારો સરકારમાં રજુ કરે અને તે મુજબ સરકાર આગળ વધે તે પ્રમાણે કામ કરીશું.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
