News of Friday, 17th May 2024
ભાવેશ ભિંડેને કાતિલ હોર્ડિંગની આવક ૧૦૦ કરોડ રૂપિયા
આવો આક્ષેપ કરીને કિરીટ સોમૈયાએ કહ્યું કે હોર્ડિગ ઊભું કરતી વખતે ટેન્ડરની પ્રોસેસ ફૉલો નહોતી કરવામાં આવી

મુંબઇ, તા.૧૭: ઘાટકોપર હોર્ડિગ-દુર્ઘટના સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘એ હોર્ડિગ ઊભું કરવા માટે ટેન્ડર-પ્રોસેસ ફૉલો કરવામાં આવી નહોતી. સરકારને આમાંથી કોઈ કમાણી થવાની નથી, જ્યારે ઍડ એજન્સીને એમાં ૧૦૦ કરોડની કમાણી થવાની છે.' કિરીટ સોમૈયાએ આ સંદર્ભે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ઍડ એજન્સીના માલિક ભાવેશ ભિંડેને આ કૉન્ટ્રૅક્ટ એટલા માટે મળ્યો હતો કે તે સંજય રાઉતના ભાઈ અને વિધાનસભ્ય સુનીલ રાઉતની નજીક હતો. આ ર્હોડિંગને લઈને સરકારને કોઈ કમાણી થવાની નહોતી, જ્યારે ભાવેશ ભિંડેને ૧૦૦ કરોડ રૂપિયાની આવક હતી. એમાંથી થોડા કરોડ રૂપિયા મહારાષ્ટ્ર પોલીસ કલ્યાણ નિધિને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એ પેટ્રોલ પમ્પ અને એની બાજુમાં ઊભા કરવામાં આવેલા ર્હોડિંગ માટે ઘણીબધી ગેરરીતિઓ આચરવામાં આવી હતી જેમાં ટ્રાન્સપરન્સીનો અભાવ હતો. ભાવેશ ભિંડેને પરવાનગી આપતી વખતે ટેન્ડર-પ્રોસેસ ફોલો કરવામાં આવી નહોતી.'
કિરીટ સોમૈયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ‘તૂટી પડેલા હોર્ડિગની આસપાસ જ બીજાં ૧૨ ર્હોડિંગ ઊભાં કરવા ત્રણ સાઇટ નક્કી કરવામાં આવી છે. આ ૧૨ હોર્ડિગ ઊભાં કરવા જે ટેન્ડર-પ્રોસેસ થઈ છે એમાં પણ ગેરરીતિઓ થઈ છે. એ ટેન્ડર ૧૦ વર્ષના સમયગાળા માટે બહાર પાડવામાં આવ્યાં છે, પણ એનો વર્કઑર્ડર ૩૦ વર્ષ માટે આપવામાં આવ્યો છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
