News of Friday, 17th May 2024
બાળકીની વધારાના આંગળી દૂર કરવાની જગ્યાએ ડોક્ટરે જીભ જ કાપી નાંખી
કેરળના કાઝીકોડાથી સામે આવ્યો વિચિત્ર કિસ્સોઃપ્રશાસને ડોક્ટરને હાલ સસ્પેન્ડ કરી દીધા હતા

કાઝીકોડા, તા.૧૭
કેરળના કાઝીકોડામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળકીની આગણીઓનું ઓપરેશન કરવાની જગ્યાએ ડોક્ટરે તેની જીભનું ઓપરેશન કરી નાંખ્યું છે. આ ઘટના બાદ હાલ ડોક્ટર સામે લોકોનો રોષ જોવા મળ્યો છે. પ્રશાસને ડોક્ટરને હાલ સસ્પેન્ડ કરી દીધા છે. બાળકીને કાઝીકોડા મેડિકલ કોલેજાની હોસ્પિટલમાં તેની વધારાની છઠ્ઠી આગળીને દૂર કરવા માટે દાખલ કરવામાં આવી હતી. જોકે બાળકીને જ્યારે ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવી ત્યારે તેનો પરિવાર શોકમાં ધકેલાઈ ગયો હતો. બાળકીની વધારાની આગળીને દૂર કરવાની જગ્યાએ ડોક્ટરે તેની જીભનું ઓપરેશન કરી દીધું હતું.
આ અંગે બાળકીના વાલીએ જ્યારે ડોક્ટરને પુછ્યું તો તેણે જવાબ આપતા કહ્યું હતું કે મોઢામાં એક ફોલ્લો દેખાતો હતો. તેના પગલે બાળકીની સર્જરી કરવાની ફરજ પડી હતી. જોકે પરિવારે આ બાબતને ફગાવી હતી અને કહ્યું હતું કે બાળકીની જીભમાં તો કોઈ તકલીફ જ નહોતી અને આ ઘટના ડોક્ટરની ભૂલની કારણે બની હોવાની વાત કહી હતી.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
