<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

સ્કુલમાંથી ચાર વર્ષના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો

બિહારના પટનામાં સામે આવ્યો વિચિત્ર કિસ્સોઃલોકોમાં ભારે રોષ, ૩ની ધરપકડ : ગુમ થયેલા બાળકનું સ્કુલના નાળામાંથી જ સ્કુલ ડ્રેસમાં શબ મળ્યું

પટના, તા.૧૭

બિહારની રાજધાની પટનાની એક ખાનગી સ્કુલમાં ગુરુવારે ગુમ થયેલા એક સ્કુલના વિદ્યાર્થીનું શબ નાળામાંથી મળ્યું છે. તેના પગલે હાલ આ વિસ્તારમાં બબાલ જોવા મળી રહી છે. એમ કહેવાઈ રહ્યું છે કે સ્કુલના નાળામાંથી જ સ્કુલ ડ્રેસમાં એક વિદ્યાર્થીનું શબ મળ્યું છે. તેના પગલે મોટી સંખ્યામાં હાલ એકત્રિત થયા છે. તેના પગલે પોલીસ પણ હાલ ઘટના સ્થળે મોટી સંખ્યામાં પહોંચી છે.

હાલ લોકોમાં આ ઘટનાને લઈને રોષ છે અને તેના પગલે તેઓ રસ્તાઓને જામ કરીને વિવિધ વસ્તુઓને સળગાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે બાળક ગઈકાલથી ગુમ હતો અને તેની સતત શોધખોળ ચાલી રહી હતી. આ છોકરાની ઉંમર ચાર વર્ષની હતી. છોકરાનું શબ મળ્યા પછીથી ભેગી થયેલી ભીડે બબાલ કરી હતી.

અસમાજિક તત્વોએ કાયદાને પોતાના હાથમાં લીધો હતો અને પટના દાનાપુર રોડને જામ કરવાની સાથે જ આગ પણ લગાડી હતી. આ સિવાય દીધા આશિયાના રોડને પણ જામ કરી દેવામાં આવ્યો હતો. ઘણી સ્કુલ બસોને પણ રોકવામાં આવી હતી અને રસ્તે જતા લોકોની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. આ સિવાય રોષે ભરાયેલા લોકોએ તે સ્કુલ બસને પણ આગ લગાડી હતી, જે સ્કુલમાં આ બાળક અભ્યાસ કરતો હતો. ઘટના સ્થળે પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે. સ્કુલની બહાર મોટી સંખ્યામાં પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે. હાલ અહીં સીટી એસપી ચંદ્રપ્રકાશ અને એસડીપીઓ ૨ દિનેશ પાંડેય હાજર છે.

(7:50 PM IST)