<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

હું તમને મારો દીકરો સોંપુ છું : સોનિયા ગાંધી

રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલઃકોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ શુક્રવારે રાયબરેલીમાં એક જનસભાને સંબોધિત કરી

રાયબરેલી, તા.૧૭

કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીએ શુક્રવારે રાયબરેલીમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે લોકોને ભાવનાત્મક અપીલ કરી અને કહ્યું કે, 'હું મારા દીકરાને તમને સોંપી રહી છું. તે તમને નિરાશ નહીં કરે.કોંગ્રેસે રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે.રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સોનિયા ગાંધી સાથે તેમના પુત્ર અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. તમારા પ્રેમે મને ક્યારેય એકલી પડવા દીધી નથી. રાયબરેલીમાં જનમેદનીને સંબોધતા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું, *મારો ખોળો આખી જિંદગી તમારા પ્રેમ અને આશીર્વાદથી ભરેલો રહ્યો છે. મારી પાસે જે છે તે બધું તમારુ આપેલું છે.. હું તમને મારો દીકરો સોંપુ છું. જેમ તમે મને તમારી પોતાની માનો છો, તે જ રીતે રાહુલને પણ તમારો પોતાનો માનજો, રાહુલ આપને નિરાશ નહીં કરે

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈન્દિરા ગાંધીના દિલમાં રાયબરેલી માટે અલગ જગ્યા હતી. મેં તેમને કામ કરતા જોયા છે. તેમને તમારા માટે અપાર પ્રેમ હતો. મેં રાહુલ અને પ્રિયંકાને એ જ શિક્ષણ આપ્યું છે જે ઈન્દિરાજી અને રાયબરેલીના લોકોએ મને આપ્યું છે.  દરેકને માન આપો, નિર્બળોનું રક્ષણ કરવા જેની પણ સામે લડવું પડે લડી જાવ.. અન્યાય સામે લોકોના અધિકારોનું રક્ષણ કરવા માટે લડો. ગભરાશો નહીં. કારણ કે તમારા સંઘર્ષના મૂળ અને પરંપરાઓ ખૂબ જ મજબૂત છે. '

મહત્વપૂર્ણ છે કે રાયબરેલી સીટ પર સોનિયા ગાંધી સતત જીતતા રહ્યા છે.. ૨૦૧૯ની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં જ્યારે ભાજપની આંધી જોવા મળી હતી ત્યારે પણ સોનિયા ગાંધીએ આ બેઠક પર જીત મેળવી, આ બેઠકને કોંગ્રેસના ગઢ તરીકે અકબંધ રાખી હતી

(8:01 PM IST)